નાના બાળકોમાં ફિલ્મ જોવાની ઘેલછાઓ હોય છે પોતાના મનગમતા ફિલ્મના હીરોના સ્ટાઇલ કરતા હોય પણ કે જેને ફિલ્મ કે કલાકારો સાથે સ્નાનસુતકનો સંબંધ ન હોવા છતાં પણ એક એવી ફિલ્મમાં કામ કરવાની અચાનક જ તક મળી ગઈ ને અત્યારે દેશભરમાં એ ફિલ્મ નિહાળવાની દરેક ભારતીયોની જંખનાઓ છે તે છે ગુજરાતી ફિલ્મ છેલ્લો શો કે જે અનેક પ્રાદેશિક ભાષાઓમાં રિલીઝ થઈ ચૂકી છે ને હાલ ઓસ્કર એવોર્ડમાં નોમિનેટ થઈ છે. ત્યારે શું છે આ ફિલ્મ ને કોણ છે એ અભિનેતા કે જેને હાલ પોતાની અદાકારી ઓસ્કાર નોમિનેટ ફિલ્મમાં કરી હોવા છતાં પણ એ છેલ્લો શો અભિનેતાના મિત્રની ભૂમિકા ભજવી છે.
કવિ કલાપીની નગરી ગણાતા લાઠીમાં આ ગાયો ચરાવતો ગોવાળ કોઈ નાની સુની હસ્તી નહિ પણ વિદેશોમાં હાલ ધૂમ મચાવીને 14 ઓકટોમ્બરે ગુજરાતીમાં રીલીઝ થનારી છેલ્લો શો ફિલ્મના અભિનેતાના મિત્રની ભૂમિકા ભજવનાર વિજય મેર છે. સાવ ગરીબ ને સામાન્ય પરિવારમાંથી જન્મ લઈને હાલ 11માં ધોરણમાં અભ્યાસ કરતા વિજય મેરને શેરીમાં ક્રિકેટ રમતી વખતે બાજુવાળાએ કહેલું કે એક ફિલ્મ ગુજરાતી બને છે તારે ને કોઈ છોકરાઓને ફિલ્મમાં કામ કરવું હોય તો આ સરનામું છે ને ત્યાં જા જો. બસ 4 વર્ષ પહેલાં ધારી ખાતેના રિસોર્ટમાં 3 હજાર જેટલા બાળકોના ઓડિયન્સ દરમ્યાન માત્ર 6 બાળકોની પસંદગી કરાઈ તેમાં હતો
આ વિજય મેર.ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો માં એકેડેમી એવોર્ડ્સની શ્રેષ્ઠ આંત્તરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે સિલેકટ થઈ છે ને આ ફિલ્મના ડાયરેકટર છે પાન નલિન. આર્ટ ઓફ બીઈંગ જેવી એવાર્ડ વિજેતા અને વિઝયુઅલી સ્ટ્રાઈકિંગ ફિલ્મોના દિગ્દર્શન માટે પાન નલિન જાણીતા છે. જયારે વિજય મેર ધોરણ 8માં અભ્યાસ સાથે ફિલ્મમાં 50 દિવસ સુધી કામ કર્યું ને 25 હજાર મહેનતાણું મળેલ. વિજય મેરની ધ લાસ્ટ ફિલ્મ ગુજરાતીમાં હજુ રિલીઝ નથી થઈ ત્યાં ઓસ્કરમાં નોમિનેશન થતા વિજય મેર હજુ પણ ઓસ્કરમાંનોમિનેશન થવા અંગે અજાણ છે ને એ હજુ ગાયોને દૂધ દોવે છે ને ગાયો ચરાવે છે.
દેશભર જે ફિલ્મ જોવાની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે એ ગુજરાતી ફિલ્મ છેલ્લો શો રિલીઝ થયા પહેલા ચર્ચાનું કેન્દ્ર બની હોય. ત્યારે આ ફિલ્મના હીરોના મિત્ર વિજય મેર ફિલ્મમાં ટીકુનું પાત્ર ભજવી રહ્યો છે ને હાલ વિજય મેરની ફિલ્મ ઓસ્કરમાં નોમિનેટ થતાં શિક્ષક દીપેન પઢીયાર અકલ્પનીય આંનદ અનુભવી રહ્યા છે. ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) એ એક આત્મ કથાત્મક નાટક છે જે ભૂતકાળના સિનેમાને શ્રદ્ધાંજલિ આપતી વખતે ગુજરાતના પશ્ચિમ વિસ્તારના આકર્ષણને ઉજાગર કરે છે તે બાળપણની નિર્દોષતા અને ફિલ્મોના સાર્વત્રિક જાદુની યાદ અપાવે છે જે દિગ્દર્શક પાન નલિન પણ અમરેલી જિલ્લાના છે ને હાલ ફ્રાન્સમાં છે.