ધાનેરાના લેલાવા ગામ પાસેના પેટ્રોલ પંપ ઉપર ઓઇલની ચોરી થતા ચકચાર....
ધાનેરા તાલુકાના લેલાવા થી નેનાવા જતા રસ્તા ઉપર આવેલ બંધ પેટ્રોલ પંપના રૂમનું તાળુ તોડી ઓઇલની ચોરી કરનાર અને સાથ આપનારા ત્રણ લોકો સામે ધાનેરા પોલિસ મથકે ફરીયાદ નાંધાતા પોલીસે આરોપી ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
ધાનેરાથી સાંચોર જતા હાઇવે ઉપર લેલાવા ગામ પાસે આવેલ શ્રી રામદેવ પેટ્રોલિયમ જે હાલ જી.એસ.ટી. ન ભરાવાના લીધે બંધ હાલતમાં છે અને તેમા માલિક સંજયભાઇ પ્રકાસભાઇ સોની હાલ. રહે સુરત અને મુળ રહે. ધાનેરા વાળા તે પંપ ચાલુ કરાવવાની કામગીરીમાં છે ત્યારે આ પંપના રુમમાં ઓઇલ ના ડબ્બાઓ પડ્યા હતા પરંતુ ૬ એપ્રીલના રોજ પોતાના પંપ ઉપર નોકરી કરતા મુળજી જુઠાજી દેવડા એ ફોન કરીને જણાવેલ કે પંપના પાછલના રુમનો દરવાજો ખુલ્લો પડેલ છે જે ૫ એપ્રીલની રાત સુધી બંધ હતો આ જાણ મળતા સંજયભાઇ સુરતથી ધાનેરા આવેલ અને આ બાબતે તપાસ હાથ ધરતાં આ રુમમાં પડેલ અલગ અલગ સાઇઝના ઓઇલના ડબલાઓ જોવા મળેલ નહી અને જેની કિ. રુ. ૧૬૯૮૦ નો મુદ્દામાલ ચોરાયો હોવાનુ જાણવા મળેલ અને આ ચોરી બાબતની માહિતી મળેલ કે આ ઓઇલની ચોરી કરાવનાર અને માલ રાખનારા ત્રણ ઇસમો છે તેવી માહિતીના આધારે સંજયભાઇ સોનીએ કરસનસિહ અમરસિહ દેવડા, પનાભાઇ પ્રભુભાઇ વજીર તથા રાહુલ તિરથભાઇ ખત્રી તમામ રહે. નેનાવા વાળાઓ સામે ફરીયાદ નાંધાવતા ધાનેરા પોલીસે આ ત્રણે આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.