રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન 2022નું ગણદેવી વિધાનસભા મત વિસ્તારમાં બીલીમોરા ખાતે પ્રસ્થાન કરાવ્યું

વિકાસ પુરુષ વડાપ્રધાનશ્રી @narendramodi સાહેબના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ "સેવા પખવાડિયા" અંતર્ગત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત રન ફોર ડેવલપમેન્ટ મેરેથોન 2022નું ગણદેવી વિધાનસભા મત વિસ્તારમાં બીલીમોરા ખાતે પ્રસ્થાન કરાવ્યું,જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. નવસર્જનની નવી રાહ પર દોડીને નવા ભારતના નિર્માણમાં સહભાગી થવા સહુને અપીલ કરી, મેરેથોનમાં ભાગ લેનાર સહુને સમૃદ્ધ ભવિષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવી.