પાટણના રાધનપુર બનાસ નદીના પુલનું કામ પૂર્ણ ન થતા વિરોધ નોંધાયો.
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકા અબીયાણા ગામથી 2 કિમિ દૂર આવેલ બનાસનદીના પુલનું કામ પૂર્ણ ન થતા વિરોધ નોંધાવ્યો.
રાધનપુર તાલુકાના અબીયાણા ગામથી 12 જેટલા ગામોને બનાસ નદીના કિનારે વસેલા છે અને આ ગામો માં જવા માટે બનાસ નદી ના પટ માંથી પસાર થઈ ને આ 12 ગામો જવું પડે છે વરસાદ ચોમાસાની સિજનમાં પાણી વધુ આવતા અહી અવર જવર પર ગ્રામજનો ને મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે 2017 માં બનાસ નદી માં પુર આવતા 12 ગામો નો સંપર્ક તૂટ્યો હતો ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી એ મુલાકાત બાદ અહી બ્રિજ મંજૂર કર્યો હતો અને 2018 માં કામ શરૂ થયું હતું આજે આ પુલ ને 4 વર્ષ થવા છતાં પુલ કામ પૂર્ણ ન થતા તાજેતરમા રાધનપુર તાલુકા માં 6 ઇંચ વરસાદ પડતાં બનાસનદીમાં પાણી આવતા અબિયાણા, બિસ્મિલ્લાહ ગંજ ,અગીચાણા ગામડાઓ ને ફરી એક વાર ભય ના ઓથાર વચ્ચે જીવન જીવી રહ્યા છે ત્યારે આજરોજ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ આ ગામડાઓ ની મુલાકાત લીધી હતી તેમજ પુલ નું કામ જલદી બને તે માટે સરકાર અને વહીવટી તંત્ર નું ધ્યાન દોરવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
બાઈટ..1.રઘુભાઈ દેસાઈ. MLA. રાધનપુર
રિપોર્ટ:-રાજેશ જાદવ પાટણ