રોહિશાળા ના જીવદયા પ્રેમી જીગ્નેશભાઈ સોની એ બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્ય ના ઉપાધ્યક્ષ તરીકે ની બેવડી જવાબદારી જીવના જોખમે માનદ્ સેવા આપતા સામતભાઈ જેબલીયા ને જાણ કરતા સામતભાઈ જેબલીયા એ તાત્કાલિક પોલીસ અને પશુ ડોકટર ને જાણ કરી પત્ર કાર મિડિયા વાળાને સાથે લઈ મારતી મોટરે રોહિશાળા બનાવની જગ્યાએ પહોચી મરણ ને શરણ થયેલ ગૌવંશની ધણખુટ નુ જાત નિરક્ષણ કરેલ તે દરમ્યાન બોટાદ ના પી,આઈ,સાહેબ પોલીસ કાફલા સાથે પહોચી તપાસ ચાલુ કરેલ તે દરમ્યાન પાળીયાદ થી પશુ ડોકટર આવી પહોચતા મરણ પામેલ પાચે પાચ ગૌવંશ ધણખુટ નુ પી,એમ,કરી જુનાગઢ લેબોરેટરી મા મોકલી આપવા તજવીજ હાથ ધરેલ અને બોટાદ પોલીસ દ્વારા બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની જાણવાજોગ ફરીયાદ લીધેલ અને લેબોરેટરી નો નેગેટિવ રીપોર્ટ આવશે તો વિશેષ ગુન્હો દાખલ કરવામાં આવશે તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવાયું
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.