અમેરિકાના કેન્સાસ સિટીમાં ગુજરાતી સમાજનું ગરબા આયોજન, કિર્તીદાન ગઢવીના તાલે વિદેશીઓ પણ ડોલ્યા

નવરાત્રીને હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવરાત્રીના પર્વની ઉજવણી માત્ર ગુજરાતમાં જ નહીં ભારત તેમજ વિદેશોમાં પણ કરવામાં આવી રહી છે. ત્યારે યુએસએના કેન્સાસ સિટીમાં ગુજરાતી સમાજ દ્વારા ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન કેન્સાસ સિટીના લેફ્ટનન્ટ ગવર્નરે માં આરાસુરી અંબેની આરતી ગાયા બાદ સહ પરિવાર સાથે ગરબે પણ ઘૂમ્યા હતા.