પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના ગામેગામ સભાઓ ગજવી સરકારનો વિરોધ કરી રહી છે. તો દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે એક જ સમાજમાં બે ભાગલા પડ્યા હોય એવું લાગી રહ્યું છે. આજે વિપુલ ચૌધરીના નહીં, પણ સરકારના સમર્થનમાં મહેસાણામાં અશોક ચૌધરીએ ચૌધરી સમાજનું મહાસંમેલન યોજ્યું હતું, જેમાં વિપુલ ચૌધરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. એક બાજુ દૂધસાગર ડેરીના પૂર્વ વાઇસ-ચેરમેન મોઘજી ચૌધરી અર્બુદા સેનાની કમાન સંભાળી વિપુલ ચૌધરીને સમર્થન આપી રહ્યા છે. ત્યારે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સરકારને સમર્થન આપી રહ્યા છે.
દૂધસાગર ડેરીના ચેરમેને કહ્યું, 'અમે સરકારના સમર્થનમાં છીએ, વિપુલના નહીં,' મોઘજી ચૌધરી બોલ્યા- 'અશોક ચૌધરીએ ડેરીઓમાં પ્રેશર આપી પબ્લિક ભેગી કરી'
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_4ef2088a7427b80970b77993c640fe66.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)