વાંકાનેરનાસિંધાવદરગામેનાગરિકોનાહલ્લાબોલ બાદ રેલ્વે મતંત્રદ્વારાબંધરસ્તો પુનઃ શરૂ કરવાની ખાત્રીઅપાઇ….વાંકાનેરના સિંધાવદર ગામે નાગરિકોના હલ્લાબોલ બાદ રેલ્વે તંત્ર દ્વારા બંધ રસ્તો પુનઃ શરૂ કરવાની ખાત્રી અપાઇ….
ટ્રેક મેઈન્ટેનન્સના નામે લાંબા સમયથી બંધ રસ્તાથી નાગરિકો પરેશાન, ૨૦ દિવસમાં રસ્તો પુનઃ શરૂ કરવા અને ટુંક સમયમાં જ અંડરબ્રિજ બનાવવા ખાત્રી અપાઇ….
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે મુખ્ય માર્ગ અને ગામને જોડતા રસ્તા પર આવેલ રેલ્વે ફાટક વાળો રસ્તો છેલ્લા લાંબા સમયથી રેલ્વે તંત્ર દ્વારા ફોર ટ્રેક કામગીરીના કારણે બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, જેથી ગઈકાલે આનાથી કંટાળી ગામ લોકોએ હલ્લાબોલ કરતા રેલવેના જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાંબા સમયથી બંધ આ રસ્તાને પુનઃ શરૂ કરવા ખાતરી આપી હતી. સાથે જ ગામ લોકોની માંગણી અનુસંધાને રેલવે ફાટકની જગ્યાએ અંડર બ્રિજ બનાવવા પણ ખાતરી આપવામાં આવી હતી….
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે મુખ્ય માર્ગ અને ગામને જોડતા રસ્તા પર આવેલ ફાટક ફોર ટ્રેક કામગીરીના કારણે લાંબા સમયથી બંધ હોય જેના કારણે ગામ લોકોને પારાવાર મુશ્કેલી પડતી હોય જેથી ગઈકાલે આનાથી કંટાળી ગ્રામજનોએ હલાબોલ મચાવતા રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઈ અને ગ્રામજનોની માંગ અનુસંધાને આ રસ્તો 20 દિવસમાં પુનઃ શરૂ કરવા અને રેલવે ફાટકની જગ્યાએ અંડર બ્રિજ બનાવવા ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો….