જૂનાગઢ મધુરમ વિસ્તારની એક સોસાયટીમાં
મગરનું બચ્ચું ઘુસ્યાંનો બનાવ બન્યો હતો.
સોસાયટીમાં મગરનું બચ્ચું ઘુસવાના સમાચાર
વાયુ વેગે સોસાયટીમાં વહેતા થતા લોકોના
ટોળેટોળા એકત્રિત થયા હતા. સોસાયટીના
રહીશોએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં મગર
ચાર-પાંચ દિવસથી નીકળતો હતો અને સ્થાનિક
લોકોને પરેશાન કરતો હતો. ત્યાં રહેતા નાસીર
ભાઈ પઠાણ દ્વારા આ મગરનું ઓપરેશન
કરવામાં આવ્યું હતું. પાછળ તળાવ હોવાથી મગર વિસ્તારમાં આવી
ચડ્યો હતો
તેઓએ ઘણી વાર વનવિભાગને જાણ કરી હોવા
છતાં અને ફોન કર્યા હોવા છતાં એમ કહેવામાં
આવતું કે, રેસિડેન્ટ વિસ્તારમાં મગર હોય નહીં
પરંતુ ત્યાં પાછળ તળાવ હોવાથી મગર રહેણાંક
વિસ્તારમાં આવી ચડ્યો હતો. સોસાયટીના
રહીશોએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, આ
તળાવમાં હજુ મોટો મગર પણ છે અને હજુ બે
થી ત્રણ હોવાનું માનવામાં આવે છે. ત્યાં લોકોએ
જોયું પણ છે.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ