રાજકોટમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે જેનું એક કારણ છે રસ્તામાં ગેર કાયદેસર ઊભી રહેતી કેબિન અને રેકડી. રસ્તામાં જ્યાં ને ત્યાં ઊભી રહેતી કેબિન અને રેકડીને કારણે ટ્રાફિક અને પાર્કિગની સમસ્યા વધતી જઈ રહી છે. આ દૂર કરવા મનપા દ્વારા ૮૦થી વધુ રેકડી અને કેબિન દૂર કરવામાં આવી. રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા એક સપ્તાહમાં શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૮૨ રેંકડી-કેબીનો ફુલછાબ ચોક, મોટી ટાંકી ચોક,ડેપ્યુટી મેયર ચોક, નાનામવા ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૮૯ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે નાનામવા મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, ૧૧૮૯ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને પુષ્કરધામ મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ. ૫૪,૦૦૦/-વહીવટી ચાર્જ જીવરાજપાર્ક સાધુવાસવાણી રોડ,ગાયત્રીનગર મેઇન રોડ,જ્યુબેલી ચોક,પેલેસ રોડ ભુપેંદ્ર રોડ, કરણસિંહજી રોડ,કેસરી પુલ પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.૧,૧૬,૭૩૦/- મંડપ ચાર્જ જે કોઠારીયા રોડ, રૈયા રોડ, સત્યસાંઈ રોડ, પંચાયત ચોક, સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दाम 7800 रुपये से भी कम, जबरदस्त फीचर्स वाले बेस्ट स्मार्टफोन, एक में तो 6000 mAh की बैटरी
Smartphone Under 8k एंट्री-लेवल सेगमेंट में अनेकों फोन मौजूद हैं। अगर आप अपने लिए कोई बेस्ट फोन...
মঙ্গলদৈত ১৫ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত ভয়ঙ্কৰ পথ দুৰ্ঘটনা।
মঙ্গলদৈত ১৫ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত ভয়ঙ্কৰ পথ দুৰ্ঘটনা।
কথমপি ৰক্ষা এজন পথ আৰোহীৰ।
ছিপাঝাৰৰ...
મુંબઈ DRIએ જપ્ત કર્યું 2.36 કરોડનું ડ્રગ્સ, હૈદરાબાદથી ઝડપાયો આંતરરાષ્ટ્રીય રેકેટનો માસ્ટરમાઈન્ડ
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો...