"રોટરી ગાર્ડન"જી.આઈ.ડી.સી વઢવાણ ખાતે આવેલ શહેરનો એક માત્ર લીલોછમ, સાધનોથી સંપન્ન બગીચો કે જ્યાં બાળકો અને મોટેરા સૌ કોઈ આવી આનંદ લૂંટી શકે.આ ગાર્ડનને રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી દ્વારા વર્ષ ૨૦૦૩ માં શરૂ કરવામાં આવેલ અને અવિરત છેલ્લા ૨૦ વર્ષોથી સુરેન્દ્રનગર શહેરની જનતા નું મનોરંજન કરતું સ્થળ બન્યો છે.આ બગીચામાં નિયમિત પણે બાળકો, વૃદ્ધો,યુવાનો એમ મળીને માસીક ૪ થી ૫ હજાર લોકો મુલાકાત લે છે,આ બગીચામાં ૨૦ થી ૩૦ જેટલા સિનિયર સીટીઝન્સ તેમના જીવનની સુંદર સાંજ અહીંયા પસાર કરે છે.આ બગીચાની સંપૂર્ણ માવજત રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી નાં સભ્યો તથા તેમના મિત્રો દ્વારા મળતા અનુદાનથી થાય છે.આ બગીચાની સાર - સંભાળ અને જાળવણીનો ખર્ચ વાર્ષિક ૪ લાખ રૂ નો છે ત્યાં ગત વર્ષે ૯ લાખ રૂ જેટલી મોટી રકમનો જી.આઈ. ડી.સી સર્વિસ ચાર્જ રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી દ્વારા ભરાયો આમ આ ૨૦ વર્ષોમાં રોટરી કલબ ઓફ વઢવાણ સીટી નાં સભ્યો દ્વારા કુલ ૮૦ લાખ થી વધુ માતબર રકમ આ બગીચાની જાળવણી પાછળ વપરાઈ ચૂકી છે જેના થકી આજે આ બગીચો લીલોછમ,રમત - ગમત નાં સાધનોથી ભરપૂર યોગા અને વોકિંગ ટ્રેક સાથે શહેરનું નજરાણું છે.સમાજમાં ખૂટતી સગવડો ને પૂરી કરવા રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી હર હંમેશ તત્પર રહે છે અને શહેર નાં લોકો માટે આવા સારા પ્રોજેક્ટ પર કામ કરવા નવરાત્રી જેવા કર્યોક્રમો કરતી રહે છે.જેના દ્વારા ઉભી થતી આવકથી સમાજ ઉપયોગી કામો જ થાય છે.વર્ષ ૨૦૨૨ ની નવરાત્રિનું આયોજન તારીખ: ૨૯-૩૦ સપ્ટેમ્બર અને ૧-૨ ઓક્ટોમ્બર ૨૦૨૨ નાં રોજ કેમ્બ્રીજ સ્કૂલ ખાતે ખાસ આવા પ્રોજેકટ ને વેગવંતા બનાવવા કરવામાં આવેલ છે.તો આપ સૌ ને નમ્ર અરજ કે આપ સૌ આમાં જોડાઈ સહકાર આપશો.

રોટરી કલબ ઓફ વઢવાણ સીટી દ્વારા "ભૂખ્યા ને ભોજન" આપવાના પર્યાય રૂપે "રોટરી અન્નપૂર્ણા " શરૂ કરવામાં આવેલ એક વર્ષ કરતા વધુ સમય થી આ રથ સુરેન્દ્રનગર શહેરના જુદા - જુદા પછાત વિસ્તારો માં જઈને સાંજના સમયે વ્યક્તિદીઠ રોટલી શાક ખીચડી અને મીઠાઈ/છાસ જરૂરીયાતમંદ લોકોને તેમના વિસ્તારમાં જઈને જમાડે છે.આ રથનો લાભ લગભગ રોજનાં ૧૫૦ થી વધુ લોકો લાભ લે છે અને અત્યાર સુધીમાં ૩૨,૦૦૦ થી વધુ લોકોએ લાભ લીધેલ છે.આવા પ્રોજેક્ટ થી સમાજને સક્ષમ કરી સમાજના વધુમાં વધુ લોકોને ઉપયોગી બનવા ઇઝિંગ કરવાના પ્રોજેક્ટ જેવા કે નવરાત્રી, રોટરી ક્રિકેટ કપ, મેમોગ્રાફી કેમ્પ માં આપનું મહત્તમ યોગદાન અનિવાર્ય છે.