વેરાવળ સીટી પોલીસ દ્વારા માનસિક અસ્વસ્થ મહીલાનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યુ  

-------------

ગીર સોમનાથ. તા.૨૯: વેરાવળ સીટી પો.સ્ટે. ના CWPO ઇન્ચાર્જ એ.એસ.આઇ. લક્ષ્મીબેન લખમણભાઇને ફોન દ્વારા જાણ થઈ કે એક મહીલા તેના બાળકને મારે છે અને સમજાવતા સરખો જવાબ આપતી નથી આ સાભળતાંજ એ.એસ.આઇ. લક્ષ્મીબેન સ્થળ પર દોડી ગયા અને તપાસ કરતા જણાયુ કે મહિલા માનસિક અસ્વસ્થ છે. ત્યારબાદ મહીલાને સખીવન સ્ટોપ સેન્ટરમા લઈને મહીલાનુ કાઉન્સેલીંગ કરી અને તેમના પરિવારની તપાસ કરીને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતુ.

         ૨૮ સપ્ટેમ્બરના રોજ હોમગાર્ડ જવાન સુફીયાનભાઇ સુલેમાનભાઇ સોરાએ વેરાવળ સીટી પો.સ્ટે. ના CWPO ઇન્ચાર્જ એ.એસ.આઇ. લક્ષ્મીબેન લખમણભાઇને ફોન કરીને જણાવ્યુ હતુ કે, વેરાવળ, સાહીગ્રા કોલોની કીરમાણી ફેકટરીની બાજુમાં એક માનસિક અસ્વસ્થ મહીલા તેની પાસે રહેલા બાળકને અવાર નવાર માર મારે છે અને પુછપરછ કરતા કોઇ સરખો જવાબ આપતી નથી એ.એસ.આઇ. લક્ષ્મીબેન લખમણભાઇને જાણ કરતા તુરંત એ સ્થળ ઉપર જઇ તપાસ કરતા અને મહીલાની પુછપરછ કરતા મહીલા માનસિક અસ્વસ્થ જણાય હતી.

      જે અનુસંધાને વેરાવળ સીટી પો.સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણીની સુચના તથા માર્ગદર્શન હેઠળ મહીલાને તેમના બાળક સાથે વેરાવળ સખી વનસ્ટોપ સેન્ટરમાં લઇ ગયેલ અને ત્યાં જઇ સખી વનસ્ટોપ સેન્ટરના હાજર સ્ટાફને સાથે રાખી કાઉન્સેલીંગ કરતા તેમની સાથે રહેલ બાળકી આશરે ઉ.વ. ૧.૫ વર્ષની જણાયેલ અને પોતે અસ્પષ્ટ હીન્દી/ગુજરાતી ભાષામાં વાતચીત કરતા મહીલા બહારના રાજયની હોવાનુ જણાય આવેલ તેમજ પોતાનુ નામ પુષ્પાકુમારી હોવાનુ જણાવેલ અને પોતાની દિકરીનુ નામ શનાયા હોવાનુ જણાવેલ અને પોતાનુ પુરૂ સરનામુ જણાવેલ ન હોય અને તેમની પાસે કોઇ આઇ.ડી.પ્રુફ ન હતા.

      જેથી માનસિક સ્વસ્થ થાય તે માટે તેમની સારવાર વેરાવળ સરકારી હોસ્પિલ ખાતે સારવાર કરીને તેમની પુછપરછ કરતા તેમણે પોતાના પતિના શૈલેશસીંગ રહે.ઓકડી વાળા હોવાનુ જણાવેલ જેથી તેમના ગામની તથા મહીલાના પતિની તપાસ કરાવતા અમદાવાદ જીલ્લાનુ માંડલ તાલુકાનુ ઓડકી ગામ હોવાનુ જણાયેલ જેથી આ ગામ ખાતે તપાસ કરાવતા તેમના કુટુંબીજનો સાથે સંપર્ક થઇ જતા જાણવા મળ્યુ કે, મહીલા બીહારની દિકરી હોય અને ઓડકી ગામે સાસરે છે અને થોડી માનસિક અસ્વસ્થ હોય જેથી તેના માતા પિતા તથા તેના પતિનો સંપર્ક કરી તેઓને મહીલાથી વાકેફ કરતા મહીલાના પિતા રામાનંદ શાહ, ઢોણા શાહ બનીયા રહે.ગામ ચકરી તા. રધુનાથ પુર જી.સીવાન રાજ્ય બીહાર તથા માતા ચમેલીદેવી તથા તેના પતિ શૈલેષસીંગ ઠાકુર તેને લઇ જવા માટે અત્રે પો.સ્ટે. આવતા અને મહીલા તેમની સાથે જવાની હકીકત જણાવતા અને તેમના પરિવારએ બાળક સાથે સારી રીતે રાખવાની અને તેની સારવાર કરાવી આપવાની બાહેંધરી આપતા પુષ્પાબેનને તેમની બાળકી સાથે તેમના માતાપિતાને સખી વનસ્ટોપના સ્ટાફ રૂબરૂ સોંપી આપી પ્રશંસનિય કામગીરી કરેલ છે.

        આ પ્રશસંનીય કામગીરી સીટી પો.સ્ટે.ના એ.એસ.આઇ લક્ષ્મીબેન લખમણભાઇ મોરી તથા સુફીયાનભાઇ સુલેમાનભાઇ સોરા અને વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦