અમદાવાદ શહેર, ચાંદખેડા, હેવમોર ચાર રસ્તા પાસે આવેલ સમૃધ્ધી
રેસીડેન્સીમાં આવેલ ક્રેજી ટાઉન નામના પાનાના ગલ્લામાંથી તથા જ્યુશ વલ્ડ નામની
દુકાનમાંથી આરોપીઓ (૧) સંયમ અતુલભાઇ મરડીયા (જૈન) ઉ.વ.૨૭ ધંધો વેપાર
રહેવાસી મ.નં.બી/૬૦૩ અરીહંત એપાર્ટમેન્ટ અષ્ટમંગલ કોમ્પલેક્ષની સામે કેમ્પ
હનુમાન રોડ શાહીબાગ અમદાવાદ શહેર તથા (૨) અજય જેઠાનંદ નોટવાણી ઉ.વ.૩૩
ધંધો વેપાર રહેવાસી મ.નં.૮૩ પટેલ સોસાયટી રવિ પેટ્રોલ પંપની બાજુમાં
ઇન્દીરાબ્રીજ સર્કલ પાસે સરદારનગર અમદાવાદ શહેર નાઓ પાસેથી પ્રતિબંધિત
અલગ અલગ કંપનીની વેપ (ઇ-સિગારેટ) નંગ-૩૭ તથા રીફીલ નંગ-૦૩ મળી કુલ્લે
કિ.રૂ. કિં.રૂ.૪૧,૬૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધમાં ધી
પ્રોહીબીશન ઓફ ઇલેક્ટ્રોનીક સીગારેટ્સ (પ્રોડક્શન, મેન્યુફેક્ચર, ઇમ્પોર્ટ, એક્ષપોર્ટ,
ટ્રાન્સપોર્ટ, સેલ, ડીસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડર્વટાઇઝમેન્ટ) એક્ટ-૨૦૧૯ ની કલમ-
૭, ૮ મુજબની કાયદેસરની કાર્યવાહિ કરી વધુ તપાસ અર્થે ચાંદખેડા પોલીસ સ્ટેશન
સોપવા તજવીજ કરેલ છે.