અમરેલી,તા.૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ (રવિવાર) ધારી- બગસરા વિધાનસભા મતવિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં ધારી પ્રાંત અધિકારીશ્રી દ્વારા મુલાકાત લઈ ચૂંટણી પંચ દ્વારા સોંપવામાં આવેલી કામગીરી કરવામાં આવી હતી. ધારી તાલુકામાં અંતરિયાળ આવેલા બૂથ નંબર ૧૯૫ ચાંચઈ ડુંગરીમાં સમાવિષ્ટ ચાંચઈ અને ધાંધા નેસ વિસ્તારોમાં મતદાર જાગૃત્તિ અને ઈ વી એમ નિદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રીપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી