ભારતીય જનતા પાર્ટી તેમજ સાથી ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મંત્રોષધિ સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ યોજાયો 

ભારતીય જનતા પાર્ટી તેમજ સાથી ચેરીટેબલના સંયુક્ત ઉપક્રમે બોખીરા સ્થિત કાર્યાલયે  6 મહિનાથી 14 વર્ષના બાળકોને તેમજ ગર્ભવતી સ્ત્રીઓને મંત્રોષધિ સુવર્ણપ્રાશન સંસ્કારના ટીપાં પીવડાવવામાં આવેલ હતા.

ઉપરોક્ત કેમ્પમાં મોટી સંખ્યામાં બાળકોને લાભ મળ્યો હતો, તેમજ ગર્ભવતી સ્ત્રીઓને પણ ઉપરોક્ત ટીપાં પીવડાવવામાં આવેલ હતા.

કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ દીપ પ્રાગટય , જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, સુદામા ડેરી વાઇસ ચેરમેન  ભરતભાઇ બોખીરીયા, અરજનભાઈ ભૂતિયા, કેશુભાઈ બોખીરીયા, પ્રતાપભાઇ બોખીરીયા, અરભમભાઈ ઓડેદરા, જગદીશભાઈ સવાણીયા,માલદેભાઈ બોખીરીયા,જ્યોતિબેન આસોડિયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો 

ડો. હિતેશ રંગવાણી એ પ્રારંભિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે મંત્રોષધિ સુવર્ણપ્રાશન સંસ્કારના ટીપાં ગર્ભવતી મહિલાઓ તેમજ બાળકો માટે ખૂબ લાભદાયક છે. તેનાથી બાળકનો શારીરિક તેમજ માનસિક વિકાસ થાય છે.

સાથે જ સાથી ચેરીટેબલ ટ્રસ્ટ ડો. હિતેશ રંગવાણીનો ખુબ ખુબ આભાર માને છે કે જેઓ એ પોતાનો કિંમતી સમય બાળકો ને સુવર્ણપ્રાશન ટીપાં પીવડાવવા માટે ફાળવ્યો.

ઉપરોક્ત કેમ્પને સફળ બનાવવા ભરતભાઇ બોખીરીયા, સાગરભાઇ બોખીરીયા જ્યોતિબેન આસોડિયાએ જહેમત ઉઠાવેલ હતી.