મહેસાણા : પરાણે પ્રેમલગ્ન કરવા માટે ઊંઝા હાઇવે પરથી 26 વર્ષીય યુવતીને પોતાની કારમાં અપહરણ કરીને ભાગતા ઊંઝા તાલુકાના વિશોળ ગામના પ્રેમીને સ્થાનિક પોલીસે નાકાબંધી કરી ઝડપી પાડ્યો હતો. યુવતીની ફરિયાદ આધારે ઊંઝા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો મુજબ, ઊંઝા પંથકની 26 વર્ષીય યુવતીને ગુરુવારે સવારે હાઇવે પર વિશોળ ગામનો ઠાકોર અજીતજી જેણાજી પરાણે પ્રેમલગ્ન કરવા પરિવારજનોને ફોન કરી બળજબરીપૂર્વક પોતાની કારમાં બેસાડીને અપહરણ કરી ગયો હતો. જે અંગે પરિવારે પોલીસને જાણ કરતાં ઇન્ચાર્જ પીઆઇ રમેશ ચૌધરી અને તેમની ટીમે કારમાં યુવતીને લઈ ભાગેલા યુવાનને ઝડપી પાડવા ચારેબાજુ નાકાબંધી કરાવી હતી. જેને પગલે ગભરાયેલો અજીતજી ઠાકોર યુવતીને ઊંઝા બસ સ્ટેન્ડે ઉતારી ભાગે તે પૂર્વે જ પોલીસે દબોચી લીધો હતો.