વઢવાણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો ફેલાઇ ગયો છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા યાર્ડની ચૂંટણી લડતા હોય તેવા પોતાના 8 હોદ્દેદારના રાજીનામા લેવામાં આવ્યા છે. 1 પરિવાર 1 હોદ્દાની પક્ષની નીતિને લઇને રાજીનામા લેવામાં આવ્યા છે. વઢવાણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઇ હતી.સદસ્યોની નોંધણીને લઇને વિવાદ પણ સર્જાયા હતા.

આગઉ યાર્ડમાં થયેલા ભ્રષ્ટાચારને મામલે પણ 2 જૂથ આમને સામને આવી ગયા હતા. ત્યારે વેપારી પેનલના 4 સભ્યો બિનહરીફ થઇ ચૂક્યા છે. આગામી તા.7 ઓગસ્ટના દિવસે મતદાન યોજાનાર છે ત્યારે યાર્ડની ચૂંટણી લડતા હોય અને ભાજપમાં અન્ય જગ્યાએ હોદ્દો ધરાવતા હોય તેવા 8 ભાજપના આગેવાનના રાજીનામા લેવામાં આવ્યા છે.

આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણાએ જણાવ્યું કે 1 પરિવાર 1 હોદ્દાની પ્રદેશમાંથી જાહેરાત કરવામાં આવી છે. આથી જે લોકો કે તેમના પરિવારના અન્ય સદસ્ય ભાજપનો હોદ્દો ધરાવતા હોય તેવા ચૂંટણી લડતા લોકોના પક્ષની પરંપરા મુજબ રાજીનામા લેવામાં આવ્યા છે.

હોદ્દેદારોના રાજીનામા

મુકતાબેન રાયમલભાઈ ચાવડા-વઢવાણ તા.પં.પ્રમુખ, કમલ એલ.હેરમા- સુ.વ.શહેર ભાજપ પ્રમુખ, મહેન્દ્રસિંહ જે.સગર-વઢવાણ ગ્રામ્ય ભાજપ ઉપપ્રમુખ, દિલીપભાઈ એલ.ગોહિલ-વઢવાણ ગ્રામ્ય ભાજપ મહામંત્રી, મુકેશભાઈ જી.પટેલ- વઢવાણ ભાજપ ગ્રામ્ય પ્રમુખ, રામજીભાઈ ગોહિલ-સુ.જિ.ભાજપ મંત્રી, નારાયણભાઇ જે.પાવરા-સુ.જી.ભા.બક્ષીપંચ મોરચો,કોષાધ્યક્ષ, રવજીભાઇ જી.રોજાસરા-વઢવાણ ગ્રામ્ય ભાજપ મહામંત્રી.