જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે દબાણ હટાવ કામગીરીમાં શહેર કોંગ્રેસ

પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં ઘણી જગ્યાએ દબાણ

છે અને જૂનાગઢમાં ગેરકાયદેસર બિલ્ડીંગોના પણ ખડકલા છે છતાં પણ

જૂનાગઢનું મનપા તંત્ર ગરીબ લોકોને હેરાન કરે કરે છે. મોટા મગરમચ્છોને

છાવણી રહ્યું છે. તંત્ર દ્વારા તે ગેરકાયદેસર બાંધકામ કેમ નથી તોડી પડાતું?

જો ગરીબ લોકો સાથે અન્યાય થશે તો મનપાનો ઘેરાવ કરવાની ચીમકી

શહેર પ્રમુખે ઉચ્ચારી હતી. દબાણ શાખાની સમગ્ર કાર્યવાહીના અંતે મનપા

દ્વારા દુકાનદારોએ કરેલા દબાણો દૂર કર્યા હતા. ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં

લગાવેલા રેસ્ટોરન્ટ, ડોક્ટરોના બોર્ડ અને અલગ અલગ દુકાનોના મારેલા

બેનરો દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યાં હતા. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ