વિધાનસભાની આવનારી ૨૦૨૨ ની ચૂંટણીને અનુલક્ષીને સેક્ટર ઓફીસર તથા પોલીસ અધિકારીઓની તાલીમ યોજાઇ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે તાલીમ યોજાઇ હતી. આ તાલીમ શાળામા સેક્ટર ઓફિસરની કામગીરી, બુથની સુવિધા, ઇલેક્શન પહેલાની કામગીરી, ઇલેક્શન ના દિવસે કરવાની કામગીરી તેમજ વલ્નેરેબલીટી મેપીંગ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ઈ. વી.એમ. નું ડિમોસ્ટ્રેશન કરીને કાળજી રાખવાની બાબતો વિશે જણાવવામાં આવ્યું હતું. સાથોસાથ બી. વી., સી.વી., અને વી. વી. પેટ મશીન ની કામગીરી વિશે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ ત્રણેય મશીનમાં કોઈ ક્ષતી આવે તો ક્યાં પ્રકારના પગલા લઈ શકાય એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમમાં નાયબ ચૂંટણી અધિકારી એસ. એન. કટારા, પોલીસના અધિકારીઓ, ડેપ્યુટી ડી.ડી.ઓ., પ્રાંત ઓફિસરો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચુંટણીને અનુલક્ષીને સેક્ટર ઓફીસર તથા પોલીસ અધિકારીઓની તાલીમ યોજાઇ, ઈ.વી.એમ. તથા વી.વી.પેટ મશીનનુ નિદર્શન કરાવી માહિતી અપાઈ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/09/nerity_381d138d03c4cfdecb8b3ae5e8b0ff1b.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)