ભૂસ્તર શાસ્ત્રીની ગાડીમાં GPS ટ્રેકર લગાવવામાં બહુચરાજી તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદ દરબારની સંડોવણી બહાર આવતાં તેની અટકાયત કરાઈ છે.ડિસેમ્બર 2023માં ડ્રાઇવર રાજેન્દ્રસિંહ ગાડીની સફાઈ કરતા તેની નજર ડીઝલની ટાંકી ઉપર દેખાતા ચાલક રાજેન્દ્રસિંહ તરત જ પોતાના અધિકારી ગુરપ્રીતસિંહને જાણ કરતા તેમણે આ અંગે તાત્કાલિક અસરથી રોયલ્ટી ઈન્સ્પેકટર જીગરકુમાર ઠકકરને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપતા જીગરકુમાર ઠકકર દ્વારા અજાણ્યા શખસ વિરુદ્ધ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બનાસકાંઠા જીલ્લામાં ભૂ-માફીયાઓ અને રોયલ્ટી ચોરો દ્વારા આ જીપીએસ સિસ્ટમ લગાવીને અધિકારી સહિત સ્ટાફ ક્યારે ક્યાં જાય છે તેની વોચ રાખવા વોટસએપ ગ્રુપ બનાવી સરકારી ગાડીમાં જીપીએસ લગાવી જાસૂસી કરવાના મામલામાં પોલીસે એક પછી એક સાત જણની અટકાયત કરી હતી. અને નવ આરોપીઓ ફરાર હતા જે પૈકી વધુ ત્રણ આરોપીઓ પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા દબોચી લેવાયા છે. જેમાં ભરત મેતુજી ઠાકોર (કંબોઈ તા. કાંકરેજ.), આનંદ લાલાજી ઉર્ફે વદેસિંગ ઠાકોર (રહે દુદોસણ તા. કાંકરેજ) ને અગાઉ ઝડપી લેવામાં આવ્યા હતા.

જે બાદ બહુચરાજી તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને રેતી કપચી સાથે સંકળાયેલા ગોવિંદસિંહ દરબાર(રહે. દેલવાડા તાલુકો બહુચરાજી)ને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. ઝડપાયેલા આરોપીઓ પોતાની માલિકીના ડમ્પરો ધરાવતા હતા અને મુખ્ય આરોપીઓ પાસેથી ભૂસ્તર વિભાગના અધિકારીઓ અને ગાડીઓના લોકેશન મેળવી રોયલ ચોરી કરતા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું."