નેનપુર ચોકડી થી હલદરવાસ જતા મોદજ સ્ટેશન પાસે ના હાઇવે રોડ ઉપર ( P. W. D.) દ્વારા રોડ-રસ્તાના કામ માટે કપચી, રેતી ના ઢગલા પડયા હોવાથી રાત્રિના સમયે મોટી માત્રામાં સાધનો ની અવરજવર હોવાથી અને ઘણીવાર આ ઢગલા પર નજર ન પડતા અકસ્માતનો ભય રહે છે ભલે લોકમુખે ચર્ચા મુજબ હાલમાં થોડાક સમય પહેલા થ્રી વીલર ઓટો રીક્ષા પલટી ખાતા બચી ગઇ હતી અને ટુ-વ્હીલર સાધનો પણ સ્લીપ થઈ જાય છે તો ગામ લોકોને હાડગડા ના લીધે ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડે છે.

   જો લાગતા વળગતા તંત્ર દ્વારા કપચી, રેતી ના આ ઢગલાને નહિ હટાવવામાં આવે તો મોટી કોઈ જાનહાનિ થઈ શકે તેમ છે તો હવે જોવાનું રહ્યું કે તંત્ર જાગે છે કે કેમ...???!! આ રોડ ઉપર નડતરરૂપ મોટો ઢગલો હટે છે કે કેમ...???!!!