જૂનાગઢ કૃષિ યુનિવિસર્ટીમાં વિવિધ વિદ્યાશાખાઓમાં અલગ-અલગ
વિષયોના પીએચ. ડી. અભ્યાસક્રમો ચાલે છે. ગુણવત્તાસભર શિક્ષણનો
લાભ લેવા અહીં ગુજરાત સહિત અન્ય રાજ્યો તેમજ વિવિધ દેશોમાંથી
વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં અભ્યાસ અર્થે આવતા હોય છે.
વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધનની ક્ષમતાને વિકસાવી અને પ્રોત્સાહન પુરુ
પાડવા માટે ગુજરાત સરકાર દ્વારા Scheme of Developing High
Quality Research (SHODH) અંતર્ગત દરવર્ષે પીએચ. ડી. માં પ્રવેશ
મેળવેલ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની યોજના અમલમાં મુકેલ છે.
આ યોજના અંતર્ગત રાજ્યની માન્ય યુનિવર્સિટીમાં ગુણવતાયુક્ત સંશોધન
કરતા વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી દર મહિને રૂ. 15000/-નું સ્ટાઇપેન્ડ
આપવામાં આવે છે. આ ઉપરાંત પીએચ. ડી. ના વિદ્યાર્થીઓને આનુસંગિક
ખર્ચ માટે વાર્ષિક રૂ. 20000/- પણ આપવામાં આવે છે. જે અન્વયે
ગુજરાત રાજ્યમાં આવેલ ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં સૌથી વધુ જૂનાગઢ
કૃષિ યુનિવર્સિટીની જુદીજુદી વિદ્યાશાખાઓના કુલ 42 વિદ્યાર્થીઓની આ
સ્કોલરશીપ માટે પસંદગી કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ