મહેસાણા : WHO ના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊંઝા ખાતે આયુષ્યમાન ભારતના પાંચ વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ માં આરોગ્ય લક્ષી સેવાઓનો વ્યાપ વધારવા બદલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું

કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી સ્વાસ્થય વીમા યોજના પી.એમ.જે.એ.વાયમાં ગુજરાતે સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે,જેમાં મહેસાણા જિલ્લાએ સૌથી વધુ કાર્ડ આપી અવ્વલ સ્થાન આપ્યુ છે જેના બદલ જિલ્લાને એવોર્ડ પણ મળ્યો છે. મહેસાણા જિલ્લાના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોને સીસીટીવી થી સુસજ્જ કરાયા છે,જેના પગલે આરોગ્યની કામગીરી જીવંત જોઇ શકાશે તેમણે ઉમેર્યું હતું કે સ્વસ્થ ગુજરાત,શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરતી આયુષ્યમાન ભારત યોજનામાં કરોડો પરીવારોને આવરી લેવામાં આવેલ છે.