સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આઇ.સી.ડી.એસ.નડીઆદ ઘટક-૨ દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૨ ના માસને “પોષણ માહ” તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત નડિયાદ ઘટક-૨ હેઠળના આંગણવાડી કેન્દ્રોમાં અતિકુપોષિત બાળકોનાં પોષણ સ્તરમાં સુધારો થાય તે હેતુથી તેઓની આરોગ્ય તપાસ કરાવી અલીન્દ્રા ખાતે આવેલ સી.એમ.ટી.સી કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બાળ વિકાસ યોજના અધિકારીશ્રી દ્વારા તેઓની મુલાકાત લઇ આરોગ્ય અને પોષણ વિષે ચર્ચા કરી હતી તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી આપવામાં આવતા ટી.એચ.આર માંથી બનતી વિવિધ વાનગીનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

  આ પ્રવૃતિને સફળ બનાવવા માટે ઘટક અંતર્ગત આવતા આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ આઈ.સી.ડી.એસ. નડિયાદ ઘટક-૨ ના બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્યસેવિકા બહેનો તથા પોષણ અભિયાન સ્ટાફ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.