"We learn to serve" ના સૂત્ર સાથે બાળકો હવે સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટમાં ભાગ લેશે

SPC પ્રોજેક્ટથી બાળકોમાં શિસ્તતા અને નિયમિતતા વધશે જે આવનારા ભવિષ્યમાં સારા સમાજનું ઘડતર કરશે :- કલેકટર કે.એલ.બચાણી

ભાવિ પેઢીના વિકાસ માટે "સ્ટુડન્ટ પોલીસ કેડેટ" પ્રોજેક્ટ બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. :- પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા

 ખેડા જિલ્લામાં નડિયાદ કલેકટર કચેરી કોન્ફ્રરેન્શ હોલ ખાતે કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં "સ્ટુડન્ટ પોલીસ કેડેટ" પ્રોજેક્ટ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. કલેકટરએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી બાળકોમાં શિસ્તતા અને નિયમિતતા વધશે. બાળકોને પોલીસની સેવાકીય પ્રવૃતિઓની જાણકારી રેહેશે. વધુમાં કલેકટરશ્રી એ જણાવ્યું કે,આ પ્રોજેક્ટ રાજ્યના સુરક્ષા તંત્ર અને શૈક્ષણિક તંત્ર વચ્ચે સર્જનાત્મક જોડાણ સાબીત થશે.

 પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ જણાવ્યું કે ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગના સંયુકત ઉપક્રમે તેમજ વાહન વ્‍યવહાર વિભાગ, વન વિભાગ, નશાબંધી અને આબકારી વિભાગ, માહિતી વિભાગ, યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા રમત ગમત વિભાગ, ઉર્જા વિભાગ તથા આપત્તિ વ્યવસ્થાપન તંત્રની મદદથી SPC પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ મુખ્યત્વે સરકારી શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓમાં અમલમાં મુકવામાં આવશે  

 SPC પ્રોજેક્ટ નો મુખ્ય હેતુ બાળકો ભારતના કાયદા અને કાનૂન વ્યવસ્થા વિષે જાણકારી રહે તેમજ બાળકો સ્વૈચ્છાએ કાયદાનું પાલન કરે, ન્યાય પ્રણાલીને આદર આપે તેવી યુવા પેઢીનું ઘડતર કરવું. તથા તેઓમાં આદર્શ નાગરીક ભાવના પેદા કરવી, બિનસંપ્રદાયીક વર્તન અને નિસ્વાર્થ સમાજ સેવા કરી તેવી યુવા પેઢીનું સર્જન કરવું તે આ પ્રોજેક્ટનું મુખ્યહેતુ છે.

 પોલીસ અધિક્ષક એ વધુમાં જણાવ્યું હતું કે,ખેડા જિલ્લાની સ્કૂલોના વિદ્યાર્થીઓને પોલીસના કપડાં, શૂઝથી માંડીને બધી જરૂરિયાતો ધ્યાનમાં રાખવામાં આવશે.જિલ્લાની દરેક શાળાઓ માંથી 22 વિદ્યાર્થી અને 22 વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવશે અને ધોરણ 8માં અભ્યાસ કરતા વિધાર્થીઓને જુનિયર પોલીસ કેડેટ અને ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીઓને સિનિયર પોલીસ કેડેટ તરીકે ઓળખવામાં આવશે આમ એક વિદ્યાર્થીઓ અને એક વિદ્યાર્થીનીઓનું પ્લાટૂન તૈયાર કરવામાં આવશે.       

 SPCની તાલીમ અંગે વાત કરતા અધિક્ષકશ્રી એ જણાવ્યું કે, દરેક કેડેટ માટે તાલીમનો સમયગાળો બે વર્ષનો રહેશે. જેમાં શારીરિક તાલીમ (OUTDOOR), વર્ગખંડની તાલીમ (INDOOR), ક્ષેત્રિય મુલાકાત (ફિલ્ડ વિઝીટ), પ્રાયોગીક તાલીમ પ્રોજેકટ , કેમ્પ વગેરેનો સમાવેશ કરવામાં આવશે.      

પોલીસ વિભાગ દ્વારા બાળકો માટે સમર કેમ્પ, વિન્ટર કેમ્પ, મોન્સૂન કેમ્પની સુવિધા પણ રાખવામાં આવે છે. 

 આ તાલીમમાં માર્ગ સુરક્ષા અંગે શાળામાં વર્કશોપ જેમાં ખાનગી અને જાહેર ટ્રાન્સપોર્ટનાં વાહન ડ્રાયવરો સાથેનાં સંપર્ક માટે કાર્યક્રમો, માર્ગ સુરક્ષા નિયમોનાં ભંગ કરનારાં વિરોધી અભિયાન, માર્ગ અકસ્માતનાં ભોગ બનનાર / કુટુંબો સાથે ચર્ચા તેમજ વૃધ્ધાશ્રમ તથા બાળ સંરક્ષણ ગૃહમાં રાત્રિ રોકાણ કરવામાં આવશે. આ ઉપરાંત આબકારી વિભાગ સાથે રહી તમાકુ/નાર્કોટિકસનાં વેચાણ અને ઉપયોગ સામે અભિયાન, શાળા અને રહેણાંક વિસ્તારોમાં આવા પદાર્થોનાં દુરૂપયોગ સામે અસરકારક કામગીરી,વ્યસનનો ભોગ બનેલા વિદ્યાર્થીઓમાં વિષયની જાગરૂકતાં માટેનાં વર્ગો પણ આપવામાં આવશે 

ગુજરાત કાયદાકીય સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ સાથે રહી વિદ્યાર્થીઓ તથા તેમનાં સમુદાયમાં કાયદા અંગે જાગૃતતાં લાવવા SPC ને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તૈયાર કરશે.

 આ તાલીમથી વિદ્યાર્થીઓની શારીરિક સૌષ્થવ, શક્તિ અને માનસીક ક્ષમતામાં વધારો થશે સહન શક્તિ, આત્મવિશ્વાસ, શિસ્ત અને જવાબદારપૂર્ણ વર્તનમાં વધારો થશે. સકારત્મક અભિગમ અને બીજાને મદદ કરવાની તત્પરતા અને એકેડમીક દેખાવમાં સુધાર, અઈતર પ્રવ્રુતિમાં વધુ ભાગીદારી, સાથોસાથ સમય અને ધ્યેય પ્રત્યેની સભાન થશે.

 વધુમાં પોલીસ અધિક્ષકે એ જણાવ્યું હતું કે, ભારતમાં કેરળ રાજ્યમાં SPC પ્રોજેક્ટમાં ખુબ સરસ કામ કરી રહ્યું છે. ગુજરાતમાં સુરત શહેર આ પ્રોજેકટ અંતર્ગત ખુબ સરસ કામ કરી રહ્યું છે. 

 "We learn to serve" આપણે સેવા આપવા માટે શીખીએ છીએ. “ એ SPC નો મુખ્યહેતું (Motto) છે.

 આ બેઠકમાં કલેકટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે તેમજ પોલીસ અધિકારીઓ સહિત કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.