નડિયાદ, વસો અને મહુધા તાલુકા વિસ્તાર માટે દારૂખાના સંગ્રહ અને વેચાણ માટે હંગામી પરવાનો મેળવવા અરજી શરૂ
નડિયાદ, વસો અને મહુધા તાલુકા વિસ્તાર માટે માહે ઓકટોબર–૨૦૨૨ માં આવતાં દિવાળીના તહેવારો દરમ્યાન દારૂખાનાના સંગ્રહ તથા વેચાણ માટે હંગામી પરવાનો સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, નડિયાદ ખાતેથી આપવામાં આવશે.
આ પરવાનો મેળવવા ઈચ્છુક અરજદારોએ તા.૩૦/૦૯/૨૦૨૨ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથેની ફોર્મ ની અરજીઓ ત્રણ નકલમાં સબંધીત મામલતદાર કચેરીમાં રજૂ કરવાની રહેશે. જિલ્લાના અરજદારોની સવલત ખાતર ફોર્મ એ.ઈ.-પ ની અરજીના નમૂના જે તે તાલુકા મામલતદાર કચેરીમાં મોકલી આપવામાં આવેલ છે. જેથી દૂરના અને ગ્રામ્ય વિસ્તારના અરજદારોએ તેમના તાલુકાની મામલતદાર કચેરીનો સંપર્ક સાધવાનું જણાવવામાં આવેલ છે.
અરજી નિયત નમૂના ફોર્મ એ.ઈ.-૫ ઉપર રૂા. ૩ ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી તેની ત્રણ નકલમાં સબંધીત મામલતદારની કચેરીએ તા.૩૦/૦૯/૨૦૨૨ સુધીમાં કરવાની રહેશે.
આ અરજી સાથે ૦૦૭૦ – O.A.S સદરે રૂ.૭૦૦/- (રૂ।. ૨૦૦/- તપાસણીના તેમજ રૂા.૫૦૦/– દારૂખાનું રાખવાનો પરવાનો મંજૂર કરવાની પરવાના ફી પેટે ચલણથી જમા કરાવી તેનું અસલ ચલણ; ધંધાના સૂચિત સ્થળની ૧૫ મીટરની ત્રિજયામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર, શાળા, કોલેજો, હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પદાર્થોનું ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેની સ્પષ્ટ વિગતો દર્શાવતો નકશો, જગ્યાની માલિકી બાબતના પુરાવા, ભાડાની દુકાન હોય તો ભાડા કરાર અને ભાડે દુકાન આપનાર માલીકો રૂા.પ૦/-ના સ્ટેમ્પ પેપર પર સંમતિ જવાબ, નગર પંચાયત/ગ્રામ પંચાયત/નગર પાલિકાનું “ના વાંધા પ્રમાણપત્ર” (એન.ઓ.સી); ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગેનું ફાયર ઓફીસરનું પ્રમાણપત્ર, વગેરે તમામ આધાર-પુરાવા રજૂ કરવાના રહેશે.
તા.૩૦/૦૯/૨૦૨૨ બાદ મળેલ અરજીઓ તથા અધૂરી વિગતોવાળી અરજીનો વિચારણામાં લેવામાં આવશે નહી એમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચેરી, નડિયાદ દ્વારા જણાવવામાં આવેલ છે.
ઈરફાન મલેક મહુધા