વાંકાનેર જીન પરા વિસ્તારમાં યુવાન ઓલ આઉટ પી ગયો

વાંકાનેરમાં જીનપરા વિસ્તારની અંદર રહેતો અનિલ રાજેશભાઈ સોલંકી (ઉમર ૩૧) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તે ઓલઆઉટ પી ગયો હતો જેથી ઝેરી અસર થઈ હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે અને વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે છે યુવાન સિલાઈ કામ કરતો હતો અને સિલાઈ કામ ઘણા સમયથી બરોબર ચાલતું ન હતું જેથી કંટાળી જઈને તેને ઓલ આઉટ પી લીધું હતું