હાલ સમગ્ર રાજ્યમાં આંદોલન માહોલ ઉભો થયો છે અનેક સંગઠન સમાજ સરકારી કર્મચારીઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે આ આંદોલનોને લઇને સરકાર બરાબર ભીંસમાં મુકાયેલી છે, ત્યારે દેવીપૂજક સમાજને 11 ટકા સ્પેશીયલ અનામત આપવા માંગ ઉઠાવવામાં આવી છે. સિહોર નવાગુંદાળા વિસ્તારમાં આવેલ રામનગરપપ્લોટીગ વિસ્તાર માં આવેલ દેવીપૂજક સમાજના ઇષ્દેવ રખાદાદાના મંદિરના સાંનિધ્યમાં દેવીપૂજજ સમાજની એક અગત્યની બેઠક યોજાઇ હતી જેમાં સમાજ ના વડીલ એવા ચંદુદાદા ના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી જેમાં ખાસ સિક્ષણ પ્રત્યેની જાગૃતિ લાવવા,વ્યસન મુક્તિ ઉપર ખાસ વાત કરી હતી...આ સાથે દેવીપૂજક સમાજ ના લોકો સરકારી સહાય યોજનાઓ થી વંચિત છે ત્યારે આ વિસ્તારો માં રેશનકાર્ડ,આધારકાર્ડ,ઘર ના ઘર નથી,તેમજ જે સરકારી સેવા સેતુ ઓ નો લાભ મળે છે તે માત્ર શહેરીજનો અને લાગતા વળગતા ઓ ને મળે છે , સ્લમ અનેપછાત વિસ્તારો માં કોઈ સરકારી આધારો માટે તંત્ર ના અધિકારીઓ,પદાધિકારીઓ ધક્કાઓ જ ખવડાવી સહાય થી વંચિત રાખવાનું એક ષડ્યંત્ર હોય તેવું જણાય છે.આ માટે સિહોર દવીપૂજક સમાજ એ લલકાર કર્યો હતો કે 11% અનામત માટે માંગણી ઓ સરકાર સમક્ષ મૂકી રહી છે .ત્યાર દેવીપૂજક સમાજ પણ મેદાનમાં આવ્યો છે અને ગાંધીનગર ખાતે કાર્યક્રમ આપવામાં આવ્યા હતા ત્યારબાદ ગુજરાતભર માં જિલ્લા ઓમા સંગઠન તૈયાર થઈ રહ્યું છે