કાલોલ મામલતદાર દ્વારા ૧૫ જેટલા બિનઅધિકૃત બાંધકામો સામે નોટીસો ફટકારી..

◆ એક શોપિંગ કોમ્પ્લેક્ષને તોડવાના કરેલા હુકમ સામે બિનઅધિકૃત બાંધકામોનું પોત પ્રકાશયું..... ◆ કાલોલ મામલતદાર દ્વારા ૧૫ જેટલા બિનઅધિકૃત બાંધકામો સામે લાલ આંખ કરીને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવાની નોટીસો ફટકારતા નગરમાં ગરમાવો.!!

    કાલોલ મામલતદાર કચેરી દ્વારા શહેરના ૧૫ થી વધુ બિનઅધિકૃત બાંધકામોના માલિકો અને વેપારીઓને નોટીસ આપી બાંધકામની પરવાનગી અને નકશા, સહિતના પુરાવાઓ રજૂ કરવા જણાવવામાં આવતા વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે કાલોલનું રાજકારણ ગરમાયુ છે. કાલોલ નગર પાલિકાની હદમાં આવેલા ૧૫ થી વધારે કોમ્પ્લેક્ષનું બાંધકામ ગેરકાયદે અને નકશા મુજબ નહીં કરી આ બાંધકામો બીનઅધિકૃત રીતે ઉભા થયા હોવાની ઉચ્ચ સ્તરીય રજુઆતને પગલે જિલ્લા કલેક્ટરે આ સમગ્ર મામલે તપાસનો દૌર શરૂ કરવા કાલોલ મામલતદારને જાણ કરતા કાલોલ મામલતદારે ૧૫ થી વધુ બાંધકામો કરનાર માલિકો અને આ બાંધકામોમાં ધંધા કરનારા વેપારીઓને બાંધકામના પુરાવાઓ લઈ કચેરીએ હાજર થવાનું ફરમાન કરતા રાજકીય હડકંપ મચી ગયો છે. કાલોલના ડેરોલ સ્ટેશન રોડ ઉપર આવેલ એક કોમ્પ્લેક્ષનું બાંધકામ બિનઅધિકૃત હોવાથી તેને તોડી પાડવા માટેનો હુકમ જિલ્લા કલેક્ટરે કરવામાં આવતા સમગ્ર મામલો ગરમાયો હતો અને કાલોલમાં આવેલ આવા અન્ય બાંધકામો હોવાની અને તેની સામે પણ યોગ્ય ન્યાયિક પગલાં લઈ આ બાંધકામો પણ દૂર કરવામાં આવે તેવી માંગણી અને રજૂઆતો થતા પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા કાલોલ મામલતદારને વધુ તપાસ કરી અહેવાલ રજુ કરવા જણાવવામા આવ્યું હતું. કાલોલ મામલતદારે કાલોલ પાલિકાની હદ માં આવેલ આવા ૧૫ જેટલા બાંધકામો કે જે રહેણાંક હેતુની જમીનમાં કોમર્શિયલ બાંધકામો થયા છે અને આ બાંધકામો પાલિકા ₹ની મંજૂરીમાં મુકવામાં આવેલા નકશા અને લે આઉટ પ્લાન મુજબ કરાવમાં આવ્યા છે કે કેમ ? તે દિશામાં તાપસનો દૌર શરૂ કરતાં આવા તમામ બાંધકામોમાં ધંધો કરતા વેપારીઓ સહિતને નોટીસો બજાવતા કાલોલ શહેરમાં ચૂંટણીઓ પૂર્વે રાજકારણ ગરમાયુ છે, એક બાંધકામ પાલિકાનું પોતાનું પણ હોવાથી આ સમગ્ર મામલે હવે શુ થશે ..? તેવી ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ છે. સ્થાનિક મામલતદાર કચેરીની નોટીસમાં બાંધકામનો હેતુ, નકશા, બિનખેતીના હુકમ સહિતના બાંધકામ માટેના દસ્તાવેજો રજૂ કરવા બાંધકામ કરનારા માલિકો અને વેપારીઓને જણાવવામાં આવતા અવાનારા સમય માં કાલોલમાં બીનઅધિકૃત બાંધકામોનો મામલો વધુ જોર પકડે તેવું લાગી રહ્યું છે. અથવા અભી બોલા અભી ફોગ જેવું જે વિવાદિત કોમ્પ્લેક્ષ છે, જેને પાડી દેવાનો હુકમ હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે, થોડા સમય પછી આ ગરમાયેલા મામલા ઉપર ઠંડુ પાણી રેડી દેતા આ હુકમ જ રદ્દ કરી દેવામાં આવે તો કોઈ નવાઈ નહીં કહેવાય..!!