શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એક અખબારી યાદીમાં જણાવ્યાં અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ અને સંલગ્ન બાબતોની દેખરેખ કરતી મહાજન સંસ્થા શ્રી ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, સુરેન્દ્રનગરની કારોબારી સમિતિની સભા ચેમ્બરના પ્રમુખ હેમલભાઇ શાહના અધ્યક્ષસ્થાને યોજાઇ. જેમાં ઉપ-પ્રમુખ મયુરભાઇ ત્રિવેદી, માનદ્દમંત્રી દિનેશભાઇ તુરખીયા, સહમાનદ્દ મંત્રી ઇશ્વરલાલ ઝાલા તથા સુરેન્દ્રનગર, વઢવાણ, થાનગઢ, લીંબડી વિસ્તારમાંથી ચેમ્બરના કારોબારી સભ્યો, ટ્રસ્ટીશ્રીઓ, પૂર્વ-પ્રમુખશ્રીઓ (એડવાઇઝરી બોર્ડ), કો.ઓપ્ટ તથા આમંત્રીત સભ્યો વિગેરે કુલ ૪૫ જેટલા સભ્યો હાજર રહેલા. ઝાલાવાડ ચેમ્બરના પ્રમુખ હેમલભાઇ શાહ દ્વારા અગત્યની મીટીંગ અને સેમિનારમાં ચેમ્બરની હાજરી અંગે વિગતવાર માહિતી આપી હતી. આ સભામાં ગત મીટીંગની મીનીટ્સ, કાર્યવાહી અહેવાલ, હિસાબો અને નવી મળેલ સભ્યપદની અરજીઓ વંચાણે લઇ મંજૂરી તેમજ ચેમ્બરના ઓડીટેડ હિસાબોને સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યા હતા. ઝાલાવાડના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે વિવિધ બાબતોની વિસ્તાર-પૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં, રાજ્ય સરકારમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા મલ્ટીનેશનલ એકમો ફાળવવા રજૂઆત કરવી, આ જિલ્લામાં બનતી પ્રોડક્ટ વિશ્વસ્તરે પહોંચે તેના માટે આગામી સમયે થાનગઢ ખાતે એક્ષપોર્ટ પ્રમોશન અંગેનો સેમિનાર / વર્કશોપનું આયોજન કરવાનો નિણર્ય સર્વાનુમત્તે લેવાયેલ. વિશેષમાં ઝાલાવાડ ચેમ્બર સાથે જિલ્લાના ૨૫ થી પણ વધારે વિવિધ એસોસીએશનો / સંસ્થાઓને જોડવામાં આવેલ. ઝાલાવાડ ચેમ્બરમાં રનીંગ ચૂંટાયેલ કારોબારી સભ્યો પૈકી ચાર સભ્યોના રાજીનામાં આપતા, આ ખાલી પડેલ સ્થાને કો.ઓપ્ટ સભ્યોમાંથી ગત મીટીંગોની હાજરીના આધારે નીચ મુજબ ચાર સભ્યોને કારોબારીમાં સ્થાન આપવામાં આવેલ. ૧.અલી અસગરભાઇ ગોધરાવાળા : પ્રમુખ, લાતી બજાર એસોસીએશન,૨.કાર્તિકભાઇ પટેલ : મુદ્રા એન્જીનીયર્સ, વઢવાણ,૩.પ્રશાંતભાઇ વ્યાસ : રૂદ્ર ક્રિએશન, સુરેન્દ્રનગર ૪.કેયુરભાઇ કોઠારી : નેમી ફાર્માસ્યુટીકલ્સ,સુરેન્દ્રનગર.કો.ઓપ્ટમાં આ સ્થાન ખાલી પડતા, હાજરીની ગણતરી મુજબ નીચેના ચાર આમંત્રિત સભ્યોમાંથી નવા ચાર કો.ઓપ્ટ તરીકે અપગ્રેડ કરવામાં આવેલ. ૧.દેવેન્દ્રસિંહ ઝાલા : ન્યુ જનતા ટ્રાન્સપોર્ટ, સુરેન્દ્રનગર, ૨.જયદીપભાઇ બાવલીયા : એ.પી.આચાર્ય એન્ડ કંપની,