સંજય રાઉત હજુ તો ઇડી માંથી નવરા નથી પડ્યા ત્યાંજ તેઓ વિરુદ્ધ બીજી ફરિયાદ થઈ છે.
સંજય રાઉત વિરુદ્ધ મુંબઈના વાકોલા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 504, 506 અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વાસ્તવમાં, સ્વપ્નાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં રાઉતને કથિત રીતે ધમકી આપતા સાંભળવામાં આવ્યા હતા.
શિવસેનાના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉત મુંબઈના પત્રચાલ કૌભાંડમાં ખરાબ રીતે ફસાયા છે. 16 કલાકની પૂછપરછ બાદ EDએ રવિવારે તેની ધરપકડ કરી હતી. તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. દરમિયાન, રાઉત વિરુદ્ધ તેમના સહયોગી સુજીત પાટકરની પત્ની સ્વપ્ના પાટકરને ધમકી આપવા બદલ પોલીસ કેસ પણ નોંધવામાં આવ્યો છે.
સંજય રાઉત વિરુદ્ધ મુંબઈના વાકોલા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 504, 506 અને 509 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.