દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જાહેરમાં પ્રચાર યોજાયો હતો જેમાં ફતેપુરા 129 વિધાનસભાના કાર્યકરોએ ફતેપુરા નગરના બજાર વિસ્તાર અને અને નગરમાં ઠેર ઠેર ફરીને આમ આદમી પાર્ટી નો પ્રચાર કર્યો હતો. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના સચિવ જયેશભાઇ સંગાડા ના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાહોદ જિલ્લા મહિલા.મોરચાના પ્રમુખ જિજ્ઞાસાબેન પારગી, ૧૨૯ ફતેપુરા વિધાનસભાના સંગઠન મંત્રી યોગેશભાઈ ડીંડોર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ફતેપુરા નગરમાં ફરી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવામાં આવ્યો હતો.