ગીર સોમનાથમાં કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલાની અધ્યક્ષતામાં સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

------------

કિસાન ક્રેડિટ કાર્ડ અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના સહિતની યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું : પ્રગતિશીલ માછીમારોએ પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા

------------

ગીર સોમનાથ તા. ૨૨: ગીર સોમનાથ જિલ્લામા ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીના કેબિનેટ મંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલાના અધ્યક્ષતામાં નગરપાલીકા કોમ્યુનિટી ટાઉનહોલ, વેરાવળ ખાતે સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨ અંતર્ગત કાર્યક્રમ યોજયો હતો. જેમાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે મત્સ્યદ્યોગની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયુ હતું.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ સોમનાથ સાથેનું જુનો નાતો વર્ણવતા જણાવ્યું હતું કે, આજે મને અરબી સમુદ્રમાંથી બોટમાંથી મહાદેવના દર્શન કરવાનો મોકો મળ્યો છે. સાગરયાત્રાની વાત કરતા તેઓશ્રીએ જણાવ્યું હતું કે, માછીમારોની સમસ્યા જાણીને સમાધાન લાવવાની આ યાત્રા છે. માછીમારોનો વ્યવસાય પેઢીઓથી થતો આવ્યો છે. પણ વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીઓે મત્સ્યપાલનને સ્વતંત્ર દરજ્જો આપીને તેના માટે અલગથી બજેટની ફાળવણી કરી છે. તેમજ મત્સ્ય સંપદતા જેવી યોજનાઓ વધારે પડતા નાણાઓ ફાળવી માછીમારોનું કલ્યાણ થાય તે દીશામાં સરકાર કટિબધ્ધ છે. ખેડૂતોને મળતું કેસીસી કાર્ડ સાગરખેડૂને પણ આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ ૦ ટકા વ્યાજ પણ લોન સાગરખેડૂને આસાનીથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે. આ તકે અધિકારીઓ અને સમાજના પ્રમુખોને અપીલ કરતા જણાવ્યું હતું કે, જિલ્લાનો એકપણ માછીમાર કેસીસી કાર્ડ અને બેંક માં ખાતા થી વંચીત ના રહે. વધુમાં જનધન યોજના અંગે વાત કરતા તેઓશ્રીએ જણાવ્યું હતું કે, ’નાની નાની બાબતોથી સમાજમાં મોટા બદલાવ આવે છે.

આ તકે સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સાગર પરીક્રમા યાત્રા આખા ભારતમાં ફરશે અને માછીમારોના પ્રશ્નો, સમસ્યાઓ અને જૈવ સંપદાનું નીરીક્ષણ કરવું એ આ યાત્રનું મુખ્ય હેતું છે. આ વિસ્તારના નાના-મોટા પ્રશ્નોનું નિકાલ કર્યો છે. તેમજ બંદરોના વહેલા કામ થાય તે માટે સબંધિત અધિકારીઓને સુચનાઓ આપી છે.

આ પ્રસંગે નેશનલ ફિશરિઝ ડેવલપમેન્ટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટીવ ડૉ. સી. સુવર્ણાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય જળ સંપત્તિથી સંપન્ન છે અને ૧૬૦૦ કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેથી દેશમાં મત્સ્ય પેદાશોના ઉત્પાદનમાં ૧૮ ટકા જેટલો હિસ્સો છે. આ સાથે ભરપૂર જૈવ વૈવિધ્યતા ધરાવતા દેશના તટીય ક્ષેત્રનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યુ કે, નવાબંદર સહિત સૌરાષ્ટ્રના ૩ બંદરોના આંતરમાળખાકીય વિકાસ માટે કેન્દ્ર સરકારે રૂ.૭૮૫ કરોડ મંજૂર કર્યા છે અને સૌરાષ્ટ્રના અન્ય બંદરોના વિકાસ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 

આ સમારોહમાં કેન્દ્ર-રાજ્ય સરકારની મત્સ્યદ્યોગ સંબંધીત વિવિધ કલ્યાણકારી યોજનાઓનું માછીમારોને લાભોનુ વિતરણ કરવામાં આવ્યુ છે અને સાગર યાત્રા ગીત રજુ કર્યુ તેમજ ખારવા સમાજના અગ્રણીઓ અને પટેલોએ માનનીય મંત્રીશ્રીનુ સન્માન કરાયુ હતુ. ઉપરાંત જોઇન્ટ સેક્રેટરી ભારત સરકાર ડો. જે બાલીયને સાગર યાત્રાની રૂપરેખાથી સૈા ઉપસ્થિતોને માહિતગાર કરતા જણાવ્યુ હતુ કે, સાગર યાત્રાનો મુખ્ય ઉદ્દેશ મત્સ્યદ્યોગ સાથે જોડાયેલા લોકોની સમસ્યા જાણીને તેનુ સમાધાન કરવુ અને મત્સ્યદ્યોગ લગતી યોજનાઓ લોકો સુધી લઈ જવી.

            આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા ભાજપ પ્રમુખ માનસીગભાઈ પરમાર, પૂર્વ બીજ નિગમના ચેરમેન શ્રી રાજશીભાઈ જોટવા, પુર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઇ પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાજા, નગરપાલિકા પ્રમુખ શ્રી પીયુશભાઇ ફોફંડી, પ્રદેશ ભારતીય જનતા પાર્ટી માછીમાર સેલ શ્રી મહેન્દ્રભાઇ જુંગી, ઉપપ્રમુખ ઓ.બી.સી.મોરચા શ્રી વેલજીભાઇ મસાણી, વેરાવળ તાલુકા પ્રમુખ સરમણભાઈ સોલંકી, હરદાસભાઇ સોલંકી, જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, મત્સ્યદ્યોગ નિયામક શ્રી નીતીન સાંગવાન સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ, અગ્રણીશ્રીઓ, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.