ડીસા આખોલ હાઈવે પર થયેલ ચોરીનો ભેદ તાલુકા પોલીસ દ્વારા ઉકેલાયો મુદામાલ સાથે 4 શખ્સોની અટકાયત કરાઈ...

ડીસા પંથકમાં શિયાળાની શરૂઆત થતાંની સાથે તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે જ્યારે પોલીસ પણ તસ્કરોને ઝડપી પાડવા માટે સધન તપાસ હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે ડીસા આંખોલ હાઈવે પર અઠવાડિયા અગાઉ અલગ અલગ નવ જેટલી દુકાનમાં થયેલી ચોરી થવા પામી હતી જેનો ભેદ તાલુકા પોલીસે આજે ઉકેલ્યો છે અને ચોરીના મુદ્દામાલ સાથે ચાર શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ડીસામાં એક જ અઠવાડિયામાં અલગ અલગ ત્રણ જગ્યાએ ચોરી થતાં પોલીસ હરકતમાં આવી ગઈ હતી જેમાં આરટીઓ ચાર રસ્તા પાસે અલગ અલગ નવ જેટલી દુકાનોમાં ચોરી કરનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા. જેને શોધવા માટે ડીસા તાલુકા પોલીસે તરત જ અલગ અલગ થી બે ટીમો બનાવી સઘન તપાસ શરૂ કરી હતી રાત્રિના સમયે પણ પેટ્રોલિંગ વધારી, ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ ની મદદ થી અગાઉ ચોરી માં સંડોવાયેલા શંકાસ્પદ લોકોની તપાસ કરતા ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો અને પોલીસે નવ જેટલી દુકાનોને નિશાન બનાવી ચોરી કરનાર ભરત લુહાર, વિપુલ લુહાર, પંકજ માજીરાણા અને પ્રકાશ વાલ્મિકીની અટકાયત કરી હતી તેમજ તેમની પાસેથી ભંગારની દુકાનમાંથી ચોરેલો મુદ્દામાલ પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે . . .

Tv 108 24x7 live news 

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા