હારીજ ના નવામાકા ગામે મહિલાના ડોક્યુમેન્ટ મેળવી ટ્રેકટર લઈ લીધુ લોનના હપ્તા નહી ભરી શકતા મામલો બહાર આવતા ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ.

હારીજ તાલુકાના નવામાંકા ગામે એક મહિલાને ગામના એક શખ્સે છેતરીને જરૂરી ટોક્યુમેન્ટ આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ વગેરે મેળવી તેમની જાણ બહાર ટ્રેક્ટરની લોન કરાવી ટ્રેક્ટર મેળવી છેતરપીંડી કરી હતી. પણ લોન ભરપાઈ નહીં કરતા બેન્ક માંથી લોન ભરાવાનો નોટીસ પત્ર આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેથી મહિલાના પતિએ હારીજ પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂધ્ધ પોલિસ ફરિયાદ નોંધાવી છે.

હારીજ તાલુકાના નવામાંકા ગામના લીલાજી દેવશીજી ઠાકોર એક વર્ષ પહેલા ખેતરેથી ઘરે આવેલા ત્યારે તેમની પત્નીએ જણાવેલ કે આપણાં મહોલ્લાના કુટુંબી કાકા બાપાનો દિકરો કિરણ ચંદાજી ઠાકોર ધરે આવ્યો હતો. કિરણજીએ કહેલ કે તમો વયોવૃધ્ધ છો સરકારી લાભ મળે છે. તમારૂ આધારકાર્ડ આપો જેથી અભણ મહિલાએ ડોક્યુમેન્ટની થેલી આપેલ તેમાંથી કિરણજી જરૂરી ડોક્યુમેન્ટ લઈ જતો રહ્યો હતો. ત્યારબાદ થોડો સમય જતાં તેમનો દિકરો ભીખાજી સુરતથી ધરે આવ્યો હતો. તે વખતે આશરે બારમાં મહિનામાં એક નોટીસ આવેલી જેમાં લીલાજીના પત્ની અને દિકરા ભીખાજીએ ટ્રેક્ટર લીધેલ છે. જેની એલ.એન્ડ.ટી ફાયનાન્સની લોન ની નોટીસ હોવાનું જણાવ્યું હતું. જેથી તેમને ટ્રેક્ટર નહીં લીધેલ હોવાથી તપાસ કરવાતાં પાટણ સોનાલીકા શો-રૂમ ખાતે તપાસ કરવતાં ટ્રેક્ટર કિરણજીએ લીધેલ છે. અને ટ્રેક્ટર સાથે લોન માટે તેમની કિરણની ફોઈ હેમીબેન પરાગજી ઠાકોર એ ટ્રેક્ટર સાથે ફોટો પડાવ્યો હતો. આ લોન ચાણસ્માના નીલેશ પટેલે કરી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાબતે લીલાજીને જાણવા મળેલ કે તેમની સાથે છેતરપીંડી થઈ છે. જેથી લીલાજી ઠાકોરે હારીજ પોલીસ મથકે કિરણજી ચંદાજી ઠાકોર, હેમીબેન પરાગજી ઠાકોર, નીલેશ પટેલ અન્ય અજાણ્યો ઈસમ એમ ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે.