અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ
ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ.વ્યાસની ટીમ, દ્વારા વાહન ચોરી કરતાં આરોપી સંદિપ @ ટકલો @
માલિક સન/ઓફ બલેશ્વર રાવ, ઉ.વ.૩૦, રહે, શ્રધ્ધાનંદ સોસાયટી, ભગવતી સ્કુલની સામે
ભાર્ગવરોડ, મેઘાણીનગર અમદાવાદ શહેરને નરોડા સૈજપુર આર્યસમાજની ઓફિસ પાસેથી ઝડપી
લીધેલ છે.
આરોપી પાસેથી મળી આવેલ હિરો સ્પ્લેન્ડર પ્રો મો.સા.કિ.રૂ.૨૫,૦૦૦/- CR.P.C.
કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે.
આ પકડાયેલ આરોપીએ મો.સા. નરોડા ગામમાંથી ચોરી કરેલાની હકિકત જણાવતાં.
જે બાબતે રેકર્ડ ઉપર ખાત્રી તપાસ કરતાં નીચે મુજબનો ગુન્હો શોધાયેલ છે.
નરોડા પો.સ્ટે. પાર્ટ એ ફરીયાદ નં-૧૧૧૯૧૦૩૫૨૨૦૨૪૨/૨૨ ઇ.પી.કો.કલમ
૩૭૯ મુજબ
તેમજ આરોપી શહેરકોટડા પો.સ્ટે.પાર્ટ એ ફરીયાદ નં.૧૧૧૯૧૦૪૧૨૧૧૧૭૧ /૨૧
ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબના ગુન્હામાં વોન્ટેડ છે.
આરોપીને વધુ તપાસ અર્થે નરોડા પો.સ્ટે. સોપવા તજવીજ કરવામાં આવેલ છે.
ગુન્હાહિત ઇતિહાસ:
આરોપી અગાઉ સને ૨૦૧૫માં શહેર કોટડા પો.સ્ટે.માં વાહન ચોરીના ગુન્હામાં તથા
સને ૨૦૨૧માં પ્રાતિજ પો.સ્ટે.માં ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલ છે.