મહેમદાવાદ ના ખીચડિયા કોર્પોરેટર થી પ્રજા પરેશાન...???!!! રેલવે ગરનાળા વિસ્તાર મા ગટરના ગંદા પાણી તેમજ ગંદકી નું બનીયુ સામ્રાજ્ય..???!!
મહેમદાવાદ મા આવેલ પશ્ચિમ વિસ્તાર મા આવેલ શક્તિનગર સોસાયટીના અમો રહીશો છે અને અમારી સોસાયટીની 50 ઘર ની વસ્તી છે, તેની આજુબાજુ આવેલ જોબનપુરા વિસ્તાર, ગોળીબાર નો ટેકરો, સરદારનગર હુદગો, સરદારનગર સ્ટાર અને આજુબાજુ ના ગામડાઓ જેવા કે વિરોલ, પરસાતજ, છાપરા, કતકપુરા, બોડીરોજી તેમજ મહેમદાવાદ ના પશ્ચિમ વિસ્તાર મા બે કોલેજ અને એક સ્કુલ આવેલી છે,
હું આ વિસ્તાર ના રહીશો તરફથી, મહેમદાવાદ ના ખીચડિયા અને ભ્રષ્ટાચારી કોર્પોરેટરો, મહેમદાવાદ મામલતદાર શ્રી, ખેડા કલેક્ટર શ્રી, નગરનિયામક શ્રી, ઔડા ચેરમેન શ્રી આ તમામ ને છેલ્લા ૩૫ વરસ થી અમારી જરૂરી માંગણીઓ પૂરી કરવા માટે કેટલાય સમયથી લેખિત અરજીઓ કરી, મૌખિક રજૂઆતો કરી, ઉપવાસ આંદોલન કર્યા, આમરણ ઉપવાસ કર્યા પરંતુ દર વખતે "થઈ જશે" ના જુઠ્ઠા આશ્વાસન આપી અમારા કોઈ પણ કામ દુરાગ્રહ, કિન્નાખોરી અને ઇરાદાપૂર્વક અમારા વિસ્તારમાં કોઈ પણ જાતના કામ કરવામાં આવતા નથી,.
આ વિસ્તાર ની માંગણીઓ મુજબ, આ વિસ્તારના લોકોને મહેમદાવાદ શહેર મા જવા-આવવા માટે મહેમદાવાદ રેલવે નીચે માત્ર ને માત્ર એક ગરનાળા નો રસ્તો છે, તે બારેમાસ ગંદકીથી અને ગટરોના ગંદા પાણી થી ઇરાદાપૂર્વક ભરી રાખવામાં આવે છે આ બાબતે ગણી રજૂઆતો કરવા છતાં કોઈપણ જાતનો નિર્ણય લેવામાં આવતો નથી. આ નિર્ણય ન લેવાતો હોવાથી અને ગરનાળા મા કાદવ-ગંદકી, ગંદું પાણી અને દુર્ગંધ હોવાથી અવરજવર થઈ શકતી નથી, બાળકોને સ્કૂલ જવા આવવા માટે, નોકરીઆતો ને બસ સ્ટેન્ડ જવા માટે, મહિલા ને જીવનજરૂરી વસ્તુઓ ખરીદી કરવા માટે મહેમદાવાદ શહેર મા જઇ કે આવી શકતા નથી
તદુપરાંત, તબીબી કટોકટી માં પણ ઘણી વખત આ રસ્તા ના હિસાબે સમયસર દવાખાને ના પહોંચતા બાળકો અને વૃદ્ધો ના મૃત્યુ થયા છે,
હવે પશ્ચિમ વિસ્તાર ના રહીશો મહેમદાવાદ નગરપાલિકા ના ભ્રષ્ટાચારી કોર્પોરેટરો થી એટલાં બધાં કંટાળેલ છે કે હવે આ બાબતે વેલા મા વેલી તકે જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો હલ્લા બોલ કાર્યક્રમો કરી રજુઆત કરવામાં આવશે અને ના છુટકે પ્રજા ને કાયદો હાથમાં ના લેવો પડે તેની ખાસ નોંધ લેશો અને આ બાબતે નિર્ણય નહી લેવામાં આવે તો સંપૂર્ણ જવાબદારી મહેમદાવાદ નગરપાલિકા ની રહેશે.