આગામી ૩૬મી નેશનલ ગેમ્સમાં ખેડા જિલ્લાના ૮૦૦૦ પ્રેક્ષકોને અમદાવાદ લઇ જવાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા અને તાલુકાના તમામ સંકલનના અધિકારીઓની મીટીંગ બોલાવવામાં આવી.
બેઠકમાં જિલ્લા કલેકટરે નેશનલ ગેમ્સમાં ખેડા જિલ્લામાંથી ભાગ લઈ રહેલા ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે પરીવહન, રોકાણ, ભોજન, વાહન વ્યવસ્થાપન અને પાર્કિંગ સહિતની સુચારુ વ્યવસ્થાઓ પૂરી પાડવા જિલ્લાના સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ૩૬મી નેશનલ ગેમ્સનું ઉદઘાટન થવાનું છે. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લામાંથી ૮૦૦૦ પ્રેક્ષકો અમદાવાદ લઇ જવા કુલ ૧૫૦ બસ ફાળવવામાં આવેલ છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, જિલ્લા એસપી રાજેશભાઈ ગઢીયા, અધિક નિવાસી કલેકટર બી. એસ. પટેલ, તમામ પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફિસર, મામલતદારઓ સહિત અન્ય સંકલન અઘિકારીઓ હાજર રહ્યા હતા.