DEESA // ડીસા માં ટ્રાફિક પોલીસે પાંચ દિવસમાં 150 કાર ના કાચ પરથી બ્લેક ફિલ્મ દૂર કરાવી દંડ વસૂલ્યો..
સમગ્ર ગુજરાતમાં ગાડીઓ ઉપર લાગેલા કાળા કાચ સામેની ઝુંબેશને પગલે ડીસા માં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કાળા કાચ વાળી ગાડી ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં 5 દિવસમાં પોલીસે 150 થી વધુ ગાડીઓ ના કાળા કાચ ઉતારી તેમની પાસે થી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે..
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ની સૂચના થી ડીસા શહેર ટ્રાફિક પી.એસ.આઇ આર વી ડાભી, દિલીપભાઈ પ્રજાપતિ સહિત ટ્રાફિક પોલીસ દ્વારા શહેર માં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરાઈ છે, જેમાં બગીચા સર્કલ, જલારામ મંદિર સર્કલ, ગાયત્રી મંદિર સર્કલ, દીપક ચાર રસ્તા અને માર્કેટયાર્ડ સર્કલ પર ટ્રાફિક પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી ફોરવીલ ગાડીઓ ઉપર લાગેલી બ્લેક ફિલ્મ પટ્ટી ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પોલીસ દ્વારા ગાડીઓ પરથી બ્લેક ફિલ્મ ઉતારવાની સાથે તેના ચાલક પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે..