વલસાડના અંતરિયાળ વિસ્તારમાં છેલ્લા 10 દીવસથી બીએસએનએલનું નેટવર્ક નહિ પકડાતા મોબાઈલ સેવાને અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે પરિણામે બીએસએનએલ નું સીમકાર્ડ વાપરતા ગ્રાહકોના મોબાઇલ નહિ ચાલતા તેઓમાં નારાજગી ફેલાઈ હતી.
વલસાડના ફલધરા, કાકડમટી, ખાખરી ફળિયા, ઓઝર, નવેરા સહિતના આજૂબાજૂના વિસ્તારોમાં બીએસએનએલના મોબાઇલ નેટવર્કના વપરાશકર્તાઓને નેટવર્ક નહિ મળતાં મુશ્કેલી સર્જાઈ છે.

વલસાડના છેવાડે રહેતા અનેક સરકારી અર્ધ સરકારી કર્મચારીઓ,વિદ્યાર્થીઓ અને રોજબરોજ બહારગામ વેપાર ધંધા અને અન્ય વ્યવસાયે જતાં લોકો બીએસએનએલ નું સીમ વાપરતા હોય અહીં ટાવર ઉભા કરવામાં આવ્યા છે.પરંતું તેમાં નેટવર્કની ખામીને લઇ ગ્રામ્યના આ વિસ્તારમાં મોબાઇલ સેવા ઠપ્પ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
છેલ્લા 10 દિવસથી ઉભી થયેલી સમસ્યાઓ અંગે વલસાડની બીએસએનએલ ડિ‌વિઝન ઓફિસે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ નહિ આવતા ગ્રાહકોમાં રોષ ફેલાયો છે.