ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના કુલ 552 નવા કેસ નોંધાયા છે,શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસમાં સવા બે ગણો વધારો નોંધાયો છે.
ગત જૂન માસમાં ભાવનગરમાં કોરોના પોઝિટિવના કુલ 232 કેસ સામે હાલમાં જુલાઇમાં વધીને 552 થઇ ગયા છે. એટલે કે એક જ માસમાં શહેરમાં કોરોનાના કેસમાં સવા બે ગણો વધારો થયો છે જોકે,કોઈને ગંભીર લક્ષણો ન હોય મોટાભાગના દર્દીઓને હોમ કોરોન્ટાઇન રખાયા છે.

ભાવનગર શહેરમાં આ જુલાઇ માસના આરંભે કોરોના પોઝિટિવના કુલ કેસનો આંક 21,120 હતો તે આ માસના અંતે વધીને 21,673 થઇ ગયો છે. એટલે કે એક માસમાં કેસમાં 533 કેસનો વધારો થયો છે. જ્યારે ગત જૂન માસમાં ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના કુલ 232 કેસ નોંધાયા હતા.ભાવનગર શહેરમાં હાલ 21,673 પોઝિટિવ કેસ પૈકી 21,312 દર્દીઓ કોરોનામુક્ત થઇ ગયા છે. એટલે કે શહેર કક્ષાએ કોરોનામાં સાજા થવાનો રિકવરી રે ઇટ 98.53 ટકા થઇ ગયો છે. જે અગાઉ 99 ટકા હતો.
ભાવનગર શહેરમાં હાલ 168 દર્દીઓ કોરોનાની સારવારમાં છે અને તે પૈકી 4 દર્દી હોસ્પિટલમાં અને 166 દર્દી ઘરે રહીને કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

હાલ જુલાઇ માસમાં ભાવનગર શહેરમાં અનુક્રમે 15મી જુલાઇ અને બાદમાં આઠ દિવસ બાદ વધુ એક મળીને કુલ બે દર્દીના કોરોનાથી મોત થયા હતા.