ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ વારંવાર એવા નિવેદન કરે કે પક્ષની પ્રતિષ્ઠા ખરડાય છે અને પાછું બધું પાટા ઉપર લાવતા લાવતા ઘણો સમય નીકળી જાય છે, જગદીશ ઠાકોર ફોર્મમાં આવી લઘુમતી સમાજને મતો માટે હાકલ કરી દીધા બાદ કોંગ્રેસ માત્ર લઘુમતી સમાજ માટે હોવાની ખુલ્લી વાત કરતા હિંદુઓના મત તૂટવાના ભયે હાલતો ફરી પાછા ભરત સિંહને આગળ કરવામાં આવ્યા હોવાની વાતો વચ્ચે શુ ફરક પડશે તે નક્કી નથી પણ આ ફેરફાર કરવામાં આવ્યો છે,અત્રે ઉલ્લેખનીય છે કે
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે થોડા દિવસો પહેલાં અમદાવાદમાં લઘુમતી સમાજના એક કાર્યક્રમમાં ખીલ્યાં હતા અને મુસલમાન સમાજના તમામ સંગઠનોને એક થઇ કોંગ્રેસને જીતાડવા હાકલ કરી આપેલા નિવેદનથી હિન્દુઓ વિમુખ થઈ જાય તેવી સ્થિતિમાં હવે કોંગ્રેસ ભરતસિંહને આગળ કરાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ કારણે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ભરતસિંહના નિર્ણયને વધાવી લીધી છે.
તેમનો બ્રેક લેવાનો નિર્ણય વ્યક્તિગત હતો, પાર્ટીનો નહીં, તેમ કહી ભરતસિંહને પાછા સક્રીય થવાની ઇચ્છાને ટેકો આપ્યો હતો.
પ્રાર્થના સભામાં શંકરસિંહ વાઘેલાની હાજરીએ અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે.
જોકે,ભરત સિંહની વાત કરવામાં આવેતો તેઓએ પણ
આ અગાઉ જાહેર સમારોહમાં કહ્યું હતું કે રામમંદિર માટે જમા થયેલી શિલાઓ પર કૂતરાં મૂતરે છે.
આ મુદ્દો રાજકીય રીતે ભાજપે ખૂબ ઉછાળ્યો હતો.
આમ,કોંગ્રેસના નેતાઓ જાહેરમાં બોલવામાં કંટ્રોલ ગુમાવતા હોય લોકોમાં તેઓની ગરિમાને અસર કરે છે.