મોક્ષઘામમાં મંગળવારે મૃતકોની અસ્થિઓનું પૂજન કરવામાં આવ્યુ હતું. આથી મૃતકોને પરિવારજનોએ ૪૦૦ અસ્થિનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરતા મોટી સંખ્યામાં લોકો ઉસ્થિત રહ્યા હતાં.વઢવાણ ભોગાવા નદી કાંઠે મોક્ષઘામમાં મૃતકોના અંતિમસંસ્કાર કરવામાં આવે છે. ત્યારે કાળુભાઈ ઈશ્વરભાઈ, ચાવડા, મોક્ષઘામના કલાર્ક મહેતા નવીનચંદ્ર જયંતીલાલ, લકુમ ગોવિંદભાઈ પ્રભુભાઇ વગેરે દ્વારાઆ મૃતકોની અસ્થિઓની પૂજા કરાવીને ગંગાજીમાં વિસર્જન કરવાની છેલ્લા ૫ વર્ષથી સેવા કરી રહ્યા છે. ૨૦ સપ્ટેમ્બરે અસ્થિપૂજનનું આયોજન કરાતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. અને ૪૦૦ અસ્થિનું ભૂદેવો દ્વારા શાસ્ત્રોવિધી પ્રમાણે પૂજન કરાવવામાં આવ્યું હતું. આ અસ્થિઓનું આગામી તા.૨૫/૯/૨૦૨૨ને સર્વે પિતૃ અમાવસના દિવસે હરકી પેઢી હરિદ્વાર અસ્થિધાટ ગંગાજીના પ્રવાહમાં શાસ્ત્રોક્તવિઘી રીતે વિસર્જન કરાવવામાં આવશે.