જૂનાગઢ આઈ.સી.ડી. એસ. શાખા મહાનગર પાલિકા જૂનાગઢ -1(અબઁન) દ્રારા ઘટક કક્ષાનો ભુલકામેળો

 દોલતપરા-1 સેજાના ખામધ્રોળ વિસ્તારમાં યોજવામાં આવેલ આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે, સી.ડી.પી.ઓ. શ્રી ગીતાબેન વણપરીયા તેમજ વિસ્તારના ભરતભાઇ કારેણા ઉપસ્થીત રહ્યા હતા. ભૂલકા મેળો કાર્યક્રમને સફળ બનાવવા મૂખ્યસેવિકા, વર્કર હેલ્પર દરેકે સાથે મળી વિવિધ પુર્વ પ્રાથમિક શિક્ષણના સાધનોનુ પ્રદર્શન માટે જેહમત ઊઠાવી હતી ખાસ આ વિસ્તારના બાળકોની પુર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી અને બાળકોને પપેટ શો દ્વારા વાર્તા ઓ ચીટક કામ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી અને બાળકોના વાલીઓને પણ આ પ્રવૃત્તિ વિશે વિગતવાર સમજણ આપેલ.