હઝરત ઈમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને તેમની યાદમાં લોકો ગમગીન થાય છે. તેમની સહાદતના કિસ્સાઓ લોકો યાદ કરી તેમની આંખોમાંથી આંસુ છલકી આવે છે. એ જ નિમિત્તે મોહર્રમ ના 40 દિવસ પછી ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાલીસા સેન્ટ્રલ કમિટી ભાલેજ દ્વવારાં ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઈમામવાળામાંથી તાજીયા લઈ શેખવાડા બજાર થઈ મિશન ચોકમાં મૂકવામાંં આવ્યા હતા અને બીજા દિવસે મિશન ચોક થી રેલવે સ્ટેશન તરફ જુલુસ સાથે લઈ જવામાંં આવ્યા હતા. ચાલીસા સેન્ટ્રલ કમિટી દ્વારા સમસ્ત ગ્રામજનો, આગેવાનો તથા પોલીસ મિત્રનો આભાર માની ફુલહાર થી સન્માનિત કરેલ.