પોરબંદર વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસને વધુને વધુ વેગ આપીને અસંખ્ય વિકાસના કામો થઇ રહ્યા છે તે અંતર્ગત  જુદા-જુદા અંદાજીત રકમ રૂ.૮૮,૧૮,૦૦૦ ના ખર્ચે નવનિર્માણ થનાર લોક સુવિધામાં કામોના ખાતમુહર્ત અને લોકાર્પણ વિકાસ પુરૂષ લોકલાડીલા ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના વરદ હસ્તે વિશ્રામ દ્વારકા શીંગડા ખાતે શ્રી ગોપાલજી મંદિરના પટાંગણમાં થયેલ.


આ તકે પ્રમુખ પોરબંદર જીલ્લા ભાજપ કિરીટભાઈ મોઢવાડીયા, સદસ્ય પોરબંદર જિલ્લા પંચાયત કિશનભાઇ કારાવદરા, પ્રમુખ પોરબંદર તાલુકા પંચાયત પ્રતાપભાઈ કેશવાલા, કારોબારી સભ્ય કેશુભાઈ ઓડેદરા, સરપંચ  શીંગડા ગ્રામપંચાયત માલદેજી અરશીજી ઓડેદરા, મહેશ બાપુ, વીરમજી ઓડેદરા, ગીગભાઈ મોઢવાડીયા, રામભાઈ મોઢવાડીયા, પરબતજી ઓડેદરા, જેઠાભાઈ ઓડેદરા, કામદેભાઈ ગોરાણીયા, સવદાસજી ઓડેદરા, રામભાઈ કુછડીયા, કેશુભાઈ જાદવ, રવજીભાઈ જાદવ, દામજી પાંણખણીયા, વિનુભાઈ જોગાનંદી, કિશનભાઈ કુબાવત, બાબુભાઈ પાંડાવદરા, છગનભાઈ પાંડાવદરા, સામતભાઈ ગામી, ધીરૂભાઈ ગામી, આવડાભાઈ કુછડીયા, કેશુજી ઓડેદરા, અજયભાઈ ખુંટી, રાજુજી ઓડેદરા, મૌલિકભાઈ જોષી, સંજયભાઈ ગામી, ભીખુભાઈ થાનકી, રામાજી ઓડેદરા જયમલભાઈ મોઢવાડીયા, દેવશીજી ઓડેદરા અને ગ્રામજનોની ઉપસ્થિતિ રહ્યા હતા.