દારૂ ભરેલો ટેમ્પો પલ્ટી ગયો અને રવિવાર ઉજવવા માટે લોકોએ દારૂ લૂંટવા કરી પડાપડી કરી
પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે પાસે ને.હા.48 પર મુંબઈ તરફથી શનિવારે મોડી સાંજે એક થ્રિવ્હીલ ટેમ્પો આવી ચલથાણ ગામમાં ઉભેલા ટેમ્પા પાછળ અથડાઈને પલટી ગયો હતો સ્થાનિકો ટેમ્પો સીધો કર્યો હતો ત્યારબાદ સ્થાનિકોએ ટેમ્પા પાછળ જોયું તો વિદેશી દારૂની પેટીઓ હતી. જોતજોતામાં ટોળું ભેગું થઈ ગયું કેટલાક સ્થનિકો વિદેશી દારૂની બોટલો લૂટી ગયા હતા.ઘટનાની જાણ કડોદરા પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ગોહિલને થતાં પોલીસની એક ટુકડી ઘટનાં સ્થળે મોકલી હતી. પોલીસે ટેમ્પામાં રહેલો 107 નંગ વિદેશી દારૂની બોટલ 25,775/-તેમજ તેમજ મોબાઈલ ફોન અને ટેમ્પો મળી કુલ 76,625/-નો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પા ચાલક પ્રેમસિંગ રામસિંગ પાલ ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.