શ્રી પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ પોરબંદર ખાતે ઓપન ગુજરાત ખારવા સમાજ બેડમીન્ટન & ટેબલટેનીશ ટુર્નામેન્ટ ૨૦૨૨ નુ ભવ્ય આયોજન કરવામા આવેલ. આ ટ્રુર્નામેન્ટ મા પોરબંદર સહીત વેરાવળ, જામનગર, દિવ, મીઠાપુર તથા સમગ્ર ગુજરાત ખારવા સમાજ માથી ૮૦ જેટલા ખેલાડીઓ એ ભાગ લીધેલ હતો. જેમા વિજેતા ખેલાડીઓને ટ્રોફી, સર્ટીફીકેટ, તથા રોકડ પુરસ્કાર આપી પોત્સાહીત કરવામા આવેલ. અને ટુર્નામેન્ટ મા ભાગ લેનાર દરેક ખેલાડીઓ ને સર્ટીફીકેટ આપવામા આવેલ હતા.
    ગુજરાત ખારવા સમાજ ના પ્રમુખ પવનભાઈ શિયાળ તથા પોરબંદર ખારવા સમાજના અધ્યક્ષ  રણછોડભાઈ શિયાળ, તથા પંચપટેલ/ટ્રસ્ટીઓ ના સુંદર માર્ગદર્શન હેઠળ ખારવા સમાજની યુવા સ્પોર્ટસ ટીમે આ કાર્યભાર સંભાળી સતત બીજા વર્ષે વ્યવસ્થિત રીતે આ ટુર્નામેન્ટ સંપન્ન કરેલ હતી.


    મુખ્ય મહેમાન તથા ખારવા સમાજના ઉદારમત્ત દાતાઓના વરદહસ્તે વિજેતા ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનીત કરવામા આવેલ હતા.