પ્રદેશ ભાજપ માછીમાર સેલ અને બોટ એશોસીએશનના પ્રતિનિધિ મંડળ દ્વારા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંઘ પુરી જી સાથે કરી મુલાકાત
ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગના રાજયમંત્રી જીતુભાઈ ચૌધરીને પણ આગેવાનો મળ્યા
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા દ્વારા પ્રશ્નના ઉકેલ માટે ઉચ્ચકક્ષાએ પ્રયત્નો થતાં હકારાત્મક અભિગમ
સમસ્ત ખારવા સમાજના વાણોટશ્રી પવનભાઈ શિયાળના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી માછીમાર સેલ ગુજરાત પ્રદેશના કન્વીનર મહેન્દ્રભાઈ જુંગીની આગેવાનીમાં ગાંધીનગર ખાતે પેટ્રોલિયમ મંત્રાલયના મંત્રી હરદીપસિંઘ પુરી જી ને મળ્યા
માછીમારોને જીએફસીસીએ હેઠળની મંડળીઓના ડીઝલ પંપ ઉપરથી મોંઘુ ડીઝલ મળતું હોવાના પ્રશ્નને હલ કરવા કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી સાથે મુલાકાત પ્રદેશ ભાજપ માછીમાર સેલના પ્રતિનિધિ મંડળ અને બોટ એશોસીએશન દ્વારા કરવામાં આવી હતી . પેટ્રોલિયમ મંત્રાલયના મંત્રી માન . શ્રી હરદીપસિંઘ પુરી જી સાથે મુલાકાત કરતા તેઓએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે . સમસ્ત ખારવા સમાજના વાણોટશ્રી પવનભાઈ શિયાળના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી માછીમાર સેલ ગુજરાત પ્રદેશના કન્વીનર મહેન્દ્રભાઈ જુંગીની આગેવાનીમાં ગાંધીનગર ખાતે પેટ્રોલિયમ મંત્રાલયના મંત્રી માન . શ્રી હરદીપસિંઘ પુરી જી ને મળ્યા હતા અને માછીમારોને જે ડીઝલ પ્રતિ લીટરે અંદાજીત ૩.૬૦ રૂપિયા મોંઘુ પડે છે તે તાત્કાલીક બજાર ભાવે મળે તે બાબતે રજુઆત અને ચર્ચા કરી હતી . આ રજુઆત સમયે પોરબંદર બોટ એશોસીએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી , મત્સ્યોદ્યોગ સહકારી મંડળી ડીઝલ વિક્રેતા પ્રતિનિધિ મંડળ ના સાગરભાઈ મોદી , ભરતભાઈ મોદી , ભાજપ માછીમાર સેલના યુવા અગ્રણી હર્ષિતભાઈ શિયાળ પણ સાથે રહયા હતા . હરદીપસિંઘ પુરી જીને મળવા માટે માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલા સાહેબે અંગત રસ લઈ તાત્કાલીક ટુંકી મુલાકાત ગોઠવી આપતા ભારતીય જનતા પાર્ટી માછીમાર સેલ ગુજરાત પ્રદેશના કન્વીનર મહેન્દ્રભાઈ જુંગી સહિત આગેવાનોએ તેમનો આભાર વ્યકત કર્યો હતો .હરદીપસિંઘ પુરી જી એ હકારાત્મક અભિગમ દાખવીને ટુંક સમયમાં ઓઈલ કંપનીઓ સાથે વાત કરી આ પ્રશ્નનો ઉકેલ લાવી માછીમારોને બજાર ભાવે ડીઝલનો જથ્થો મળે તે પ્રકારની વ્યવસ્થા કરવા કાર્યવાહી હાથ ધરશે તેવી હૈયાધારણા આપી હતી . માછીમાર આગેવાનોએ વિગતવાર આપેલી માહિતી અને ચર્ચા - વિચારણાના અંતે મંત્રીશ્રી દ્વારા ઓઈલ કંપનીઓ સાથે ચર્ચા કર્યા બાદ કેન્દ્ર સરકાર ટુંક સમયમાં આ બાબતે માછીમારોના હીતમાં જાહેરાત કરશે તેવું જણાવવામાં આવ્યું છે .
બોક્સ
જીતુભાઈ ચૌધરી સાથે મુલાકાત
આ ઉપરાંત આગેવાનો ગાંધીનગર ખાતે ફીશરીઝ વિભાગના રાજયમંત્રી જીતુભાઈ ચૌધરી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી . અને માછીમારોના ગુજરાતના તમામ પડતર પ્રશ્નો ઉપર ચર્ચા કરી હતી . જીતુભાઈ ચૌધરીએ પણ વહેલીતકે માછીમારોની તમામ માંગણીઓ સરકાર પુરી કરશે તેવો અભિગમ દાખવ્યો હતો .