પાલનપુર શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં તપાગચ્છાધિપતિ પ્રેમસૂરીશ્વરજી મહારાજાની 6 પૂણ્યતિથિ યોજાઈ.

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં તપાગચ્છાધિપતિ પ્રેમસૂરીશ્વરજી મહારાજાની 6 પૂણ્યતિથિ યોજાયેલ.જેમાં માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા.,મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા પાવન નિશ્રામાં યોજાઇ.આ પ્રસંગે પ્રમુખશ્રી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશ શ્રીમાન ડો પ્રશાંતભાઈ કોરાટએ,મુખ્ય સંયોજક ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સ્પોર્ટ્સ શ્રી હરેશભાઇ ચૌધરી,શ્રીમતિ કિરણબેન રાવલ નગરપાલિકા પ્રમુખ- પાલનપુર,પ્રદેશ કારોબારી સદસ્ય ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશ શ્રીમાન પાર્થભાઈ શર્મા, પ્રમુખ-ભારતીય જનતા યુવા મોરચો,બનાસકાંઠા જિલ્લો શ્રીમાન સાગરભાઈ ચૌધરી,હિતેશભાઈ ચૌઘરી (કુશકલ) સામાજીક કાર્યકર,અશોકભાઇ પટેલ વિગેરે પધારેલ.આ પ્રસંગે મુનિ નયશેખર વિજયજી મ.સા.એ જણાવેલ કે આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા નું સંસારી નામ પન્નાલાલ પિતા પ્રતાપચંદ અને માતા રતનબેનનું રાજસ્થાનના દુદાળા નામના નાનકડા ગામમાં વિક્રમ સંવત. 1976 ના ફાગણ સુદ-પૂનમના હોળી- ધૂળેટીના રંગોત્સવ દિવસે એમનો જન્મ થયો હતો.ભણતર અને ભક્તિના રંગે રંગાયેલું એમનું બાળપણ મહેસાણામાં વીત્યું હતું.આચાર્યશ્રી મનોમન વિચારતા હતા કે પન્નાલાલ જેવો તેજસ્વી શિષ્ય મળી જાય તો સારું અને પન્નાલાલ એમ વિચારતો હતો કે આચાર્યશ્રી ભક્તિસુરીશ્વરજી મ.સા જેવા ગુરુ મળી જાય તો જીવન ધન્ય બની જાય.એમ વિચારીને પોતાનું જીવન સમર્પિત કરી દીધું ગુરૂદેવના ચરણોમાં. અને ત્યારબાદ વી.સં.1987 માં વિદ્યામંદિર, અમદાવાદમાં દીક્ષા થઈ.તપાગચ્છાધિપતિ પદ શંખેશ્વર તીર્થ 108 માં થયેલ. મુંબઇમાં કાળધર્મ પામ્યા.આ શ્રી પ્રેમસૂરિશ્વરજી મ.સા ને મરણોત્તર એવોર્ડ બૃહદ ગુજરાતી સમાજ દ્વારા ગુજરાતી ગૌરવ એવોર્ડ તા.15 ડિસેમ્બર,2018 ના પ્રાપ્ત થયેલ.આ પ્રસંગે આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાની તસ્વીર પર ગુલાબ નો હાર ચડાવાનો લાભ સદભાવના ગ્રૂપ ટ્રસ્ટના શ્રીમાન હરેશભાઇ ચૌધરી એ લાભ લીધેલ.ગુરુપૂજન નો લાભ શ્રીમતિ કિરણબેન દેવેન્દ્રભાઈ રાવલ નગરપાલિકા પ્રમુખ-પાલનપુર પરિવારે લીધેલ.સાથે સદભાવના ગ્રૂપ ટ્રસ્ટના શ્રીમાન હરેશભાઇ ચૌધરી તરફથી 1008 બાળકોને શિક્ષણ કીટ અર્પણ કરવામાં આવશે.કાર્યક્રમ બાદ અલ્પાહાર રાખવામાં આવેલ.આ પ્રસંગે પાલનપુર સંઘના ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.